રમતગમત, યુવા અને સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્યના અનુસૂચિત જનજાતિના ૮ થી ૧૩ વર્ષની વય મર્યાદા ધરાવતા બાળકો વધુ સાહસિક બને અને કુદરતી વાતાવરણમાં તેઓની શક્તિઓ ખીલે તેવા આશયથી રાજ્ય સરકારના ખર્ચે ૭ દિવસના ‘ એડવેન્ચર કોર્સ ’ નું આયોજન તા.૦૮/૧૧/૨૦૨૨ થી તા.૧૪/૧૧/૨૦૨૨ દરમિયાન કરવામાં આવ્યું.
આ ખડક ચઢાણ એડવેન્ચર કોર્સ માં શિબિરાર્થી બાળકોએ ભાગ લઈ માઉન્ટેન વોક, પી.ટી. તાલીમ, રોક ક્લાઈમીંગ – રેપલીંગ, ટ્રેકીંગ, રોપ નોટ તથા રોક ફોરમેશન, ક્લાઈમ્બીંગ ટેકનીક્સ, રેપલીંગ એન્ડ બીલે, માઉન્ટેન હીસ્ટ્રી, માઉન્ટેન ઈક્યુપમેન્ટ, વૃક્ષો – પક્ષીઓ નો પરીચય, પર્યાવરણ સંરક્ષણ જાગૃતતા ની વિવિધ તાલીમ માનદ ઈન્સ્ટ્રક્ટરો બચુભાઇ મકવાણા તલોદ, રણજીતસિંહ ઝાલા ધાંગધ્રા, મગન જાંબુચા ભાવનગર, શોભા મકવાણા , દેવી પરમાર , પરમાર ચીમન દ્વારા આપવામાં આવેલ. તેમજ કોર્સ ઈન્ચાર્જ તરીકે કે.પી.રાજપૂત એ સેવા આપેલ હતી.
૧૪ નવેમ્બર ૨૦૨૨ , સોમવારના રોજ શિબિરના સમાપન સમારોહમાં તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા યુવા વિકાસ અધિકારી જુનાગઢ એન.ડી.વાળા , શાળા નં.૪ ના પ્રિન્સિપાલ તરૂણ કાંટબામણા, ઈન્સ્ટ્રક્ટર ઈન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડ ઉપસ્થિતી રહી પ્રોત્સાહન પુરુ પાડેલ હતું. આ તકે સફળ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપી મહેમાનો તથા માનદ્દ ઈન્સ્ટ્રકટરો દ્વારા સન્માનિત કર્યા હતા. કોર્સ ઈન્ચાર્જ કે.પી.રાજપૂત એ સૌ પ્રથમ એવેરસ્ટ સર કરનાર તેનજિંગ નોર્ગે અને એડમન્ડ હિલરી ની પ્રેરણાત્મક વાત બાળકોને કહી હતી . જ્યારે શાળા નં.૪ ના પ્રિન્સિપાલ તરૂણ કાંટબામણા એ બાળકોને હાસ્ય ની સાથે સાહસિકતા તરફ પ્રેરીત કર્યા હતા. તેમજ જિલ્લા યુવા વિકાસ અધિકારી જુનાગઢ એન.ડી.વાળા એ બાળકો ને સરિતા ગાયકવાડના પ્રેરણાત્મક જીવન તરફ આકર્ષિત કર્યા હતા. અને વિવિધ રમતગમત, સાહસિક, સાંસ્કૃત્તિક પ્રવૃત્તિઓમાં જોડવા શિબિરાર્થીઓને અનુરોધ કરવામાં આવેલ હતો.


