Gujarat

ખર્ચ સંબંધિત ઉમેદવારોને અવગત કરતા જેતપુર બેઠકના ખર્ચ નિરીક્ષકશ્રી અમિતકુમાર સોની  ઉમેદવારોના ચૂંટણી ખર્ચ ઉપર ચાંપતી નજર રાખી રહ્યા છે ખર્ચ નિરીક્ષકો

ચૂંટણી પંચ દ્વારા નીમાયેલા ૭૪-જેતપુર વિધાનસભા વિસ્તારના ખર્ચ નિરીક્ષકશ્રી અમિતકુમાર સોનીએ જેતપુર ખાતે મુલાકાત લઈ ૭૪ – જેતપુર વિધાનસભા બેઠકના તમામ ઉમેદવારોના ખર્ચના ચકાસણી અર્થે ચૂંટણી સંબંધિત ખર્ચ અંગેના પ્રાવધાનો બાબતે તમામ ઉમેદવારોને અવગત કર્યા હતા. ચૂંટણી સંબંધિત ઉમેદવાર દીઠ ખર્ચ રૂ. ૪૦ લાખથી વધે નહી તથા ચૂંટણી સંબધિત અન્ય ખર્ચનું નિરીક્ષણ કરી યોગ્ય માર્ગદશન આપ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, લોકશાહીનો અવસર નજીક છે ત્યારે ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય અને નિષ્પક્ષ ચૂંટણી યોજાય તે માટે રાજકોટ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા દરેક બાબતોની જીણવટપૂર્વકની તકેદારી સાથે કામગીરી કરવામાં આવી રહી છે. ખાસ કરીને ઉમેદવારોના ચૂંટણી ખર્ચ ઉપર ચાંપતી નજર રાખીને કોઈપણ પ્રકારની ગેરરીતિઓ ન થાય તે માટે ખર્ચ નિરીક્ષકો દ્વારા નક્કર પગલાઓ લેવામાં આવી રહ્યા છે.

IMG-20221121-WA0109.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *