Gujarat

જેતપુર ખાતે દ્વિતીય રેન્ડમાઇઝેશન પ્રક્રિયાનું નિરીક્ષણ કરતા જનરલ નિરીક્ષકશ્રી શિલ્પા ગુપ્તા  

૭૪ – જેતપુર વિધાનસભા બેઠકના જનરલ ઓબ્ઝર્વરશ્રી શિલ્પા ગુપ્તાના અધ્યક્ષસ્થાને જેતપુરના હરિફ ઉમેદવારોની હાજરીમાં ઈવીએમ/વીવીપેટ મશીનની દ્વિતીય રેન્ડમાઈઝેશન પ્રક્રિયા તાલુકા સેવા સદન, જેતપુર ખાતે યોજાઈ હતી. આ વિધાનસભા બેઠક માટે મતદાન મથક દીઠ બેલેટ યુનિટ, કંટ્રોલ યુનિટ, વીવીપેટ સહિતના સાધનોની ફાળવણી કરવામાં આવી હતી.
જેમાં જનરલ ઓબ્ઝર્વરશ્રી શિલ્પા ગુપ્તા, ચૂંટણી અધિકારીશ્રી નિમિષ પટેલ, મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી ડી.એ.ગીનીયા, કે.એમ.અધેરા તથા રાજકીય પક્ષોના ઉમેદવારો અને એજન્ટોની ઉપસ્થિતિમાં આ સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

IMG-20221121-WA0106.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *