૭૪ – જેતપુર વિધાનસભા બેઠકના
ચૂંટણી અધિકારીશ્રી નિમિષ પટેલના અધ્યક્ષસ્થાને સેકટર મેજીસ્ટ્રેટ સાથે મળીને ૭૪ – જેતપુર વિધાનસભા મતદાર વિભાગમાં સમાવિષ્ટ થતાં ૧ થી ૩૨ સુધીના તમામ રૂટ ઉપર સુચારૂ સુવિધાઓની કામગીરી અંગે તાલુકા સેવા સદન, જેતપુર ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મતદાન મથકે કરવાની થતી આવશ્યક જરૂરી સુવિધાઓ તથા આચારસંંહિતાના અમલીકરણ બાબતે જરૂરી સુચનો આપ્યા હતા. આ બેઠકમાં મદદનીશ ચૂંટણી અધિકારીશ્રી ડી.એ.ગીનીયા, કે.એમ.અધેરા ઉપસ્થિતિ રહ્યા હતા.


