Gujarat

વલસાડની ટ્રાન્સજેન્ડર યુવતીએ લોકશાહીના મહા પર્વમાં મતદાન કરવા કરી અપીલ

વલસાડ
રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતાની સાથે ચૂંટણી પંચ દ્વારા મતદાર જાગૃતિના અનેક કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. વલસાડ જિલ્લામાં રહેતી એક ટ્રાન્સજેન્ડર મહિલાએ સોશ્યલ મીડિયાના માધ્યમથી પોતે મતદાર જાગૃતિ માટેનો એક વિડીયો શેર કરીને લોકશાહીના મહા પર્વ વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં મોટી સંખ્યામાં ર્નિભયતા પૂર્વક મતદાન કરવા લોકોને અપીલ કરી હતી. જિલ્લા ચૂંટણી વિભાગે સોશ્યલ મીડિયાના માધ્યમથી વલસાડની મારીયા પંજવાનીનો વિડીયો શેર કરીને મતદારોને ર્નિભયતા પૂર્વક મતદાન કરવા અપીલ કરી છે. રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી જાહેર થતા ચૂંટણી વિભાગ દ્વારા રાજ્યમાં વિવિધ સ્પર્ધાઓ યોજી અને પ્રભુત નાગરિકો પાસે લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવા જાગૃતિ શરૂ કરવામાં આવી હતી. જે અંતરગત વલસાડ જિલ્લા સહિત રાજ્યમાં મતદારોને ઈવીએમ અને વીવીપેટ ઉપર મતદારોને મતદાન કરવા જાગૃત કરવામાં આવી રહ્યા છે. સાથે ચૂંટણી વિભાગ દ્વારા શહેરના અગ્રણીઓ અને જાગૃત નાગરિકો મતદાર જાગૃતિ અભિયાનમાં જાેડવામાં આવ્યા છે. જેમાં વલસાડની એક ટ્રાન્સજેન્ડર યુવતીને મતદાર જાગૃતિ અભિયાનમાં જાેડી હતી. વલસાડની ટ્રાન્સજેન્ડર મારીયા પંજવાનીએ મતદારોને જાગૃતિ કરવા એક વિડીયો સોશ્યલ મીડીયમાં શેર કરીને વલસાડ જિલ્લા સહિત રાજ્યના તમામ મતદારોને લોભ- લાલચ કે કોઈ પણ વ્યક્તિના દબાણમાં આવ્યા વિના ર્નિભય બની નિષ્પક્ષ રીતે લોકશાહીના મહા પર્વમાં જાેડાવવા અને મોટી સંખ્યામાં મતદાન કરવા અહવાહન કર્યું હતું. જિલ્લા ચૂંટણી વિભાગે મારીયા પંજવાનીનો વિડીયો સોશ્યલ મીડિયામાં શેર કર્યો હતો.

File-01-Page-33.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *