Gujarat

વંથલીમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ BAGS ટીમોનો ઉત્સાહ વધાર્યો

મતદાન જાગૃતિ અભિયાનને ઘર-ઘર સુધી પહોચાડતા આશા બહેનો, આંગણવાડી વર્કર, સ્વ સહાય જૂથના બહેનો સહિતના બૂથ અવેરનેશ ગૃપના સભ્યો સાથે જિલ્લા ચૂંટણી અધિકારી  અને કલેકટર શ્રી રચિત રાજે વંથલી ખાતે બેઠક યોજી, મતદાન જાગૃતિ અભિયાનને વધુ વેગવંતુ બનાવવા માર્ગદર્શન આપ્યુ હતું. સાથે જ જમીની સ્તર પર કામ કરતા આ બૂથ અવેરનેશ ગૃપના સભ્યોનો પ્રતિભાવ મેળવી, મતદાતાઓને મથક સુધી લાવવા માટે રચનાત્મક સૂચનો કર્યા હતા.

આ બેઠકમાં બૂથ અવેરનેશ ગૃપના સભ્યો દ્વારા મળેલા પ્રતિસાદ મૂજબ મતદાન માટે વંથલી માણાવદરના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં લોકોમાં ભારે ઉત્સુક્તાનું વાતાવરણ ઉભુ થયુ છે. લોકો ૧લી ડિસેમ્બરે મતદાન કરવા માટે સજ્જ બન્યા છે.

મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે વંથલી અને માણાવદર તાલુકાની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓમાં સંકલ્પ પત્રોનું વિતરણ કરવામાં આવે છે, જેના થકી વિદ્યાર્થીઓ તેમના વાલી પરિવારના સભ્યોને મતદાન કરાવવા પ્રેરિત કરશે.

આ બેઠક માણાવદર વિધાનસભા બેઠકમાં સમાવિષ્ટ મેંદરડા તાલુકાના ઓછું મતદાન ધરાવતા મતદાન મથકો ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવા માટે જણાવ્યું હતું.

આ બેઠક BAGSની ટીમના મળેલા પ્રતિભાવોના આધારે સંવેદનશીલ વિસ્તારોમાં જાગૃતિની સ્થિતી વિશે  સમિક્ષા કરવામાં આવી હતી.

હાલમાં બૂથ અવેરનેશ ગૃપના સભ્યો ડોર-ટુ-ડોર જઈ મતદાનની મહત્તા વિશે જાણકારી આપવાની સાથે નૈતિક મતદાન એટલે કે, કોઇ પણ પ્રલોભનો વગર મુક્ત અને ન્યાયી રીતે મતદાન કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે.

        આ બેઠકમાં બૂથ અવેરનેશ ગૃપના વડા અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.

bags-meeting-collector-sir-vanthli-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *