Gujarat

ધર્મનગરી યાત્રાધામ અંબાજી ખાતે બહુચર માઁ ના ગોખે માગશર સુદ બીજ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી

શ્રી અંબાજી આનંદ ગરબા પરિવાર દ્વારા 12 કલાકની આનંદ ગરબાની અખંડ ધૂન કરવામાં આવી
ધર્મનગરી શક્તિપીઠ યાત્રાધામ અંબાજી દેશ-વિદેશમાં જગવિખ્યાત છે લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું યાત્રાધામ અંબાજી ખાતે દાદા મોટા મંદિરો મોટા પ્રમાણમાં આવેલા છે આમાંથી એક મંદિર અંબાજીનું મુખ્ય મંદિર ખાતે બહુચર માનો ભોગ આવેલો છે બાદશાહ સુદ બીજ નિમિત્તે શ્રી અંબાજી આનંદ ગરબા પરિવાર દ્વારા માગશર સુદ બીજ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને શ્રી અંબાજી આનંદ ગરબા પરિવાર દ્વારા 12 કલાકની આનંદ ગરબાની અખંડ ધૂન કરવામાં આવી માઁ અંબા બહુચર ને રસ રોટલી નો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો અને લાડુનો ગોખ પણ ભરવામાં આવ્યો હતો શ્રી અંબાજી આનંદ ગરબા પરિવારની બહેનો અને અંબાજી ગામની ધર્મ પ્રેમી જનતાએ મોટાભાગે આનંદ ગરબાના પાઠમાં જોડાયા હતા અને ઢોલ નગારા હાથે નાચતા ગાતા માઁ અંબા બહુચરના ગુણલા ગયા હતા અને આજના દિવસનો મહત્વ છે કે સંવત ૧૭૩૨ ની સાલે માઁ બહુચર સ્વયમ આવીને વલ્લભ ભટ્ટ અને ધોળા ની ભરશિયાળે રસ રોટલી ની નાત જમાડવી હતી એ નિમિત્તે આજે આ દિવસની ધૂમધામથી ઉજવણી વર્ષોથી કરતા આવી રહી છે
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *