નવીદિલ્હી
કતરમાં ૨૦ નવેમ્બરથે ફૂટબોલ વર્લ્ડકપ રમાઇ રહ્યો છે. અત્યારે ગ્રુપ તબક્કાના મુકાબલા ચાલી રહ્યા છે. મેચથી વધુ આ વર્લ્ડકપ અલગ-અલગ પ્રકારના વિવાદોના કારણે ચર્ચામાં છે. હવે આયોજને વધુ એક વસ્તુએ પરેશાન કર્યા છે. જાેકે વર્લ્ડકપ માટે બનાવવામાં આવેલા ફેન વિલેજ નજીક આગ લાગી છે. આ ઘટના દેશના સૌથી મોટા લુસૈલ સ્ટેડિયમની નજીક છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહેલા ફોટામાં દેખાઇ રહ્યું છે કે આગ લાગયા બાદ આકાશમાં કાળો ધૂમાડો ઉઠી રહ્યો છે. આ અંગે જ્યારે અધિકારીઓ સાથે વાત કરવામાં આવી તો તેમણે કહ્યું કે શહેરના એક નિર્માણધીન બિલ્ડીંગમાં આગ લાગી છ. તેના પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. કોઇપણ ઘાયલ થયાની સૂચના મળી નથી. જ્યારે ધૂમાડો ફેન વિલેજ તરફ વધ્યો તો અફરાતફરીનો માહોલ સર્જાયો. લોકો પોતાની જગ્યાએથી ભાગવા લાગ્યા. જાેકે પોલીસ બળે તેમને સમજાવ્યા અને કહ્યું કે આગ મોટી નથી. કતરના આંતરિક મંત્રાલયે કહ્યું કે આગ શાનિક સમયાનુસાર બપોર બાદ એક દ્રીપ પર લાગી, જે લુસૈલ શહેરનો ભાગ છે. લુસૈલ ટૂર્નામેંટના દરમિયાન ઘણી મેચોની મેજબાની કરી રહ્યું છે. શનિવારે રાત્રે અહીંયા આર્જેંટીનાનો મુકાબલો મેક્સિકો સાથે થઇ રહ્યો છે. આગ લુસૈલ સ્ટેડિયમથી લગભગ ૩.૫ કિલોમીટર (૨ માઇલ) દૂર હતી.


