Gujarat

વાંકાનેરના પીપળીયા નજીક રસ્તા પર રીવર્સ લેતા ટ્રેક્ટરે બાઈકને અડફેટે લીધું, બાઈક સવારનું મોત

મોરબી
વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ જવાના રસ્તા પાસે રીવર્સ આવતા ટ્રેક્ટરે બાઈકને અડફેટે લીધું હતું. જે અકસ્માતમાં બાઈક સવાર ૪૭ વર્ષના આધેડનું મોત થયું હતુ. જે બનાવ મામલે હાલ પોલીસે વધુ તપાસ ચલાવી છે. વાંકાનેરના પીપળીયા રાજ ગામના રહેવાસી હુશેન વલીમાંમદ કડીવાર પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેના ભાઈ અયુબ કડીવાર (ઉ.વ.૪૭) પોતાનું બાઈક લઈને તીથવા બોર્ડથી પીપળીયા તરફના રસ્તે આવતા હતા. ત્યારે ટ્રેક્ટર જીજે ૩૬ એએફ ૨૮૨૪ ના ચાલકે બેદરકારીપૂર્વક ટ્રેક્ટર રીવર્સ ચલાવી બાઈકને ઠોકરે ચડાવ્યું હતું. જે અકસ્માતમાં બાઈક સવાર અયુબ કડીવાર બાઈક પરથી પડી જતા ગંભીર ઈજા પહોંચી હતી અને સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે અકસ્માત બાદ આરોપી ત્યાંથી નાસી ગયો હતો. વાંકાનેર તાલુકા પોલીસે ટ્રેક્ટરના ચાલક તીથવાના રહેવાસી મુસ્તુફા હાજી વકાલીયા વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

File-01-Page-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *