જવાહર ચાવડા
માણાવદર વિધાનસભાના ઉમેદવાર
જવાહરભાઈ ચાવડાએ 1988થી માર્કેટિંગ યાર્ડના પ્રમુખ તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરી ત્યારે તેની ઉંમર 23 વર્ષ હતી. ત્યાર બાદ સૌરાષ્ટ્રમાં લોકનેતા પેથલજીભાઈ ચાવડાના શિક્ષણ ક્ષેત્રે મોટા યોગદાન સાથે સમાજીક કાર્યો થકી માણાવદર પંથકના લોકોના દિલ જીત્યા હતા. પેથલજી ચાવડા થકી 1990માં કોંગ્રેસની ટિકિટ પર ધારાસભ્યની ચૂંટણી લડતા જનતાદળના પ્રમુખ અને મોટા ગજાના નેતા જયરામ પટેલને હરાવી ગુજરાત વિધાનસભામાં સૌથી નાનીવયે જવાહરભાઈએ ધારાસભ્ય તરીકે પ્રવેશ કર્યો હતો. તો 2007 અને 2012માં રતીભાઇ સુરેજા સામે 2 વાર ચૂંટણીમાં જીત મેળવી. અને વર્ષ 2017માં નીતિનકુમાર ફળદુને હરાવ્યા. જોકે વર્ષ 2019માં કોંગ્રેસ છોડી પલટો કર્યો અને ભાજપમાં જોડાતા યોજાયેલ પેટાચૂંટણીમાં 10 હજાર મતથી જીત મેળવી કેબિનેટ મંત્રી બન્યા. જવાહર ચાવડાએ નાની ઉંમરે રાજકારણમાં પ્રવેશતા લોકોને સમજવાની આગવી કોઠાસુઝ ધરાવતા દિગ્ગજ રાજકારણી છે.
વર્ષો સુધી કોંગ્રેસમાં રહ્યા પછી પણ માણાવદર બેઠક પર જવાહર ચાવડાએ દબદબો જાળવી રાખ્યો છે. માણાવદર બેઠકમાં પટેલ, હરિજન, મુસ્લિમ, આહીર, રબારી, મેર વગેરે જ્ઞાતિ સમુહો નોંધપાત્ર સંખ્યામાં છે. જવાહર ચાવડા આહીર સમાજના અગ્રણી હોવાછતાં તે સર્વ જાતિ અને ધર્મના લોકો પ્રત્યે સમભાવ ધરાવતા હોય સર્વ લોકોના સ્વીકાર્ય નેતા છે. સૌરાષ્ટ્રમાં આહીર સમાજનું વજૂદ કોઈપણ પક્ષ અવગણી શકે તેમ નથી. જવાહરભાઈ ચાવડાની ઓળખ માટે 1. સિંહનું કાળજું 2. બાજ નજર અને 3. સ્ત્રી જેવી કોમળતા આ ત્રણ ઉપમા પર્યાપત છે.આપણે જાણીએ છીએ કે સિંહ નિડર અને શક્તિશાળી છે, પણ એ સાથે એટલો જ ઉદાર છે. એ જે કંઈ કમાઇ (શિકાર) છે તે એકલો ભોગવતો (ખાતો) નથી. તે પોતાના પરિવાર ઉપરાંત અન્ય પશુ-પક્ષીઓને પણ ખવરાવે છે. જવાહરભાઈનું પણ એવું છે, જવાહરભાઈએ પિતા પેથલજીબાપાની સિંહ જેવી ઉદારતા વારસામાં જાળવી રાખતા તેને આંગણે ગયેલી કોઈપણ વ્યક્તિના ધર્મ કે જાતિ જોયા વગર તેને મદદ કરવામાં ક્યારેય સંકોચ કર્યો નથી. અરે કરોડો રૂપિયાની સખાવત કરનાર જવાહરભાઈએ ધન કમાવા ક્યારેય અનિતીનો આશરો લીધો ન હોય નિતીમત્તા સાથે સ્વચ્છ રાજકીય નેતા તરીકે લોકોના હૃદયમાં સ્થાન જાળવી રાખ્યું છે.
આપણે જાણીએ છીએ કે બાજની ઉડાન આકાશમાં ખૂબ ઉંચે હોય છે, પણ તેની દ્રષ્ટિ ધરતી રહે છે. બાજની નજરથી ધરતી પર રહેલી સુક્ષ્મ હિલચાલ પણ અજાણ રહી શકતી નથી. તેથી જ બાજ નજરને ઉચ્ચ, સુક્ષ્મ અને વિશાળ દ્રષ્ટિ માનવામાં આવે છે. જવાહરભાઈ વર્ષોથી જાહેર જીવનમાં હોય તે એક નજરે સાચા-ખોટાને પારખી લે છે. અને છેલ્લે જવાહરભાઈને લેડીઝ ફિંગરની ઉપમા એટલે આપુ છું કે તે પોતાના ચાહકની તકલીફ જેમ માતા પોતાના બાળકના પગમાં વાગેલો કાંટો તેને પીડા ન થાય તેમ કોમળતાથી કાઢી આપે છે, તેમ જવાહરભાઈ સ્નેહાળ ભાવ સાથે પિડિત વ્યક્તિના દુ:ખ-દર્દ સાંભળી તેને મદદરૂપ થવા પોતાથી બનતા બધા પ્રયત્નો કરે છે.
જવાહરભાઈ ચાવડાના ચૂંટણી પ્રચારમાં તેમને 25 નવેમ્બર 2022ના રૂબરૂ મળી માણાવદરના ગામો સીતાણા અને ભીતાણામાં હાજરી આપી ગ્રામસભાને સંબોધી હતી. એ સાથે માણાવદર વિધાનસભા મતવિસ્તારના મધ્યસ્થ કાર્યાલયની મુલાકાત લેતા મીતાબેન જવાહરભાઈ ચાવડાની સુઝબુઝ લોકો પ્રત્યેના સૌજન્યપૂર્ણ વ્યવહાર સાથે સૌને સ્નેહથી એક તાંતણે જોડવાની કુનેહ જોઈ ખૂબ જ આનંદ થયો.
હાલની રાજનિતીમાં દૃઢ મનોબળ, વિશાળ અંતઃકરણ, સાચી શ્રધ્ધા અને નિષ્કામ કર્મની તત્પરતા ધરાવનાર માણસોની જરૂર છે. જે માણસને સત્તાનો લોભ મારે નહીં, જે સત્તાથી પ્રાપ્ત થતા દ્રવ્યથી દૂર રહે, જે સ્વતંત્ર અભિપ્રાય અને ઇચ્છાશક્તિ ધરાવતા સ્વમાની હોય જે સત્ય બોલતા અચકાય નહીં તે વ્યક્તિ જ વિપરીત સંજોગો સામે ઉભા રહી નિડરતાથી ખોટા, દગાબાઝ અને ખુશામતખોરોથી દૂર રહી સત્યના માર્ગે ચાલી શકે. જેમ સૂર્યપ્રકાશથી ધુમ્મસ વિખરાય તેમ જવાહરભાઈ ચાવડા પોતાના નિસ્વાર્થ સાર્વજનિક સત્તકર્મો થકી ચૂંટણીરૂપી મહાજંગ જીતી ધારાસભ્ય પદ ગ્રહણ કરવા સાથે ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી તરીકે માણાવદર વિધાનસભા મતક્ષેત્રનું ગૌરવ વધારશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
મિત્રો, ક્ષુલ્લક મતભેદો ભૂલી એક સજ્જન વ્યક્તિની સજ્જનતાને સલામ કરવાનું ચૂકતા નહીં. જવાહરભાઈ તો એવો મોટા મનનો માણસ છે જે વિરોધીના હજાર ગુના માફ કરી અર્ધી રાતે સંકટ સમયે સાથે ઊભા રહી તેને ગળે વળગાડે છે. જોજો માણસાઈ તમારે આંગણે આવી છે મોકો ચૂકતા નહીં.


