Gujarat

સાવરકુંડલા તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા સાવરકુંડલા ખાતે જેસર રોડ પર આવેલા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં બંધારણ સપ્તાહ નિમિત્તે કાનૂની સમજ માટે શિબિર યોજાઇ.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
હાઈકોર્ટેના આદેશ અનુસાર બંધારણ દિવસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે આજે તારીખ ૨૯-૧૧-૨૦૨૨ ના રોજ સાવરકુંડલા તાલુકા કાનૂની શિક્ષણ શિબિરનું આયોજન જેસર રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ શાળામાં તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા કરવામાં આવેલ. આ તકે આ શાળાના વિદ્યાર્થીઓને બંધારણના મૂળભૂત હકો અને ફરજો સંદર્ભે પીએલવી એ.એ.રાઠોડ દ્વારા વિશદ સમજ આપવામાં આવી હતી. ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સાંપ્રત સમયમાં બંધારણની મૂળભૂત હકો અને ફરજોની સમજ આપવાનું પ્રશંસનીય કામગીરી તાલુકા કાનૂની સેવા સમિતિના સેક્રેટરી એસ. એમ. ટાંકની કામગીરી નોંધપાત્ર હતી.
શિબિરના પ્રારંભે આ શાળાના આચાર્ય શ્રી ગિરીશભાઈ વ્યાસે મહાનુભાવોનું સ્વાગત પેન અર્પણ કરીને કર્યું હતું. આ શિબિર દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ સંપૂર્ણ શિસ્ત અને શાંતિ જાળવી હતી અને વકતાઓને ખૂબ ધ્યાનથી સાંભળ્યા હતાં. આભારવિધિ આ શાળાના કર્મનિષ્ઠ શિક્ષક કૌશિકભાઈ ગૌસ્વામી દ્વારા કરવામાં આવેલ.

IMG-20221129-WA0011.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *