Gujarat

નાંદોદના વડિયા ગામ સ્થિત મોન્ટેસરી સ્કૂલ ખાતે નાના ભૂલકાંઓને ચૂંટણી પ્રક્રિયાથી વાકેફ કરાયા

મતદાન જાગૃતિ અંતર્ગત શાળામાં યોજાયેલી ચૂંટણી પ્રક્રિયામાં બાળકો સહભાગી બન્યાં
               અવસર લોકશાહીનો અભિયાન તેમજ મતદાન જાગૃત્તિની સ્વીપ એક્ટીવીટી અંતર્ગત રાજ્યભરમાં વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ ને અનુલક્ષીને વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે. નર્મદામાં જિલ્લામાં પણ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેકટર શ્રીમતી શ્વેતા તેવતિયાના માર્ગદર્શન અને સ્વીપ એક્ટીવીટીના નોડલ અધિકારીશ્રી અને જિલ્લા શિક્ષણાધિકારીશ્રી એમ.સી. ભૂસારાની રાહબરી હેઠળ મતદાન જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે સ્વીપ એક્ટીવીટી અંતર્ગત નાંદોદ તાલુકાની વડીયા ખાતે આવેલી મોન્ટેસરી સ્કૂલના આચાર્યા ડો.સેતુ પટેલની આગેવાનીમાં નર્સરી અને જુનિયર-સિનિયર કેજીના ભુલકાંઓ માટે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં બેલેટ પેપર દ્વારા થતી ચૂંટણી પ્રક્રિયામાં શાળાના બાળકોને સહભાગી બનાવી તેમને ચૂંટણી પ્રક્રિયા-મતદાન અંગેનો ખ્યાલ આવે અને તેમના વાલીઓને પણ મતદાન માટે અપીલ કરે તેવો શુભ આશય રહેલો હતો. શાળામાં યોજાયેલી યૂંટણી પ્રક્રિયામાં કુલ ૬૭ બાળકો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા.

IMG-20221130-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *