Gujarat

પાટણમાં ભાજપના સંમેલનમાં કોંગ્રેસ મહિલા મોરચાના પ્રદેશ મહામંત્રી સમર્થકો સાથે ભાજપમાં જાેડાયા

પાટણ
પાટણ ખાતે આજરોજ ભાજપનું પેજ સમિતિ મહિલા સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં બહેનો હાજર રહી હતીય તેમજ અનેક બહેનો ભાજપ માં જાેડાતા તેમનું ભાજપ માં સ્વાગત કરવામાં આવ્યું હતું. પાટણ શહેરની જૂની શિશુ મંદિર સ્કૂલ ના મેદાન માં ભાજપના ઉમેદવાર ડો. રાજુલ બેન દેસાઈ ના સમર્થન માટે ભાજપ નું પેજ સમિતિ મહિલા સંમેલન યોજાયું હતું .જેમાં મોટી સંખ્યા માં બહેનો હાજર રહી હતી .તો આ પ્રસંગે કોંગ્રેસ ના મહિલા મોરચા ના પ્રદેશ મહામંત્રી અલકા બેન તેમની સમર્થક બહેનો સાથે ભાજપમાં જાેડાયા હતા .તેમજ વી એચ પી ના કાર્યકર અશિષ મોદી ભાજપ માં જાેડાતા રાજુલબેન દેસાઈ એ પાર્ટીના ખેસ પહેરાવી ને તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારે સભા ને સંબોધતા રાજુલબેન દેસાઈ એ જણાવ્યું હતું કે આ આ બેઠક પર ભાજપ નો વિજય થશે તો આ વિસ્તારમાં નવા ઉદ્યોગો સ્થાપવા ,જી આઇ ડી સી બને યુવાનો ને રોજગારી મળે અને તેઓ પગભર થાય ,કેન્દ્ર ની સરકારી સંસ્થા ઓ ,એન જી ઓ દ્વારા બહેનો ને પગ ભર બનાવી શકે તેવા પ્રોજેકટ લાવવા માટે ના પ્રયાસો કરવામાં આવશે. પાટણ માં સરકારી કોલેજાે બને , સરસ્વતી માં અનુ જાતી ની હોસ્ટેલ બને તેવા મારા પ્રયાસો રહેશે .તેમજ પાટણ માં સ્થાનિક નિવાસ કરી સેવા કરવી છે . સવાર થી રાત્ર સુધી કાર્યાલય ચાલુ રહેશે . શિક્ષણ સુરક્ષા ,રોજગારી ઓન લાઈન ફરિયાદ કરી શકે ,૯૦ દિવસ માં કામ શરૂ કરાવવુ ,સ્પર્ધાતમ વર્ગો શરૂ કરી ને યુવાનો ને રોજગારી મળે તેવા મારા પ્રયાસો રહશે. કાર્યક્રમ માં ભાજપ ના કે સી પટેલ ,જિલ્લા પંચાયતના ના પ્રમુખ ભાનુમતી બેન મકવાણા ,પાલિકા પ્રમુખ સ્મિતાબેન પટેલ ,યોગીની બેન વ્યાસ સહિત ની મહિલા મોરચા ની બહેનો ,કાર્યકરો અને મહિલાઓ મોટી સંખ્યા માં હાજર રહી હતી .

File-01-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *