મતદાનના દિવસે પણ પોલીસ અને આર્મીના જવાનો દ્વારા વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જૂનાગઢ જિલ્લાના વિવિધ ચેકપોસ્ટ ઉપર વાહનોનું ચેકીંગ કરીને ગેરકાયદેસર ગતિવીધીઓને અટકાવવા માટે પોલીસ અને આર્મી જવાનોએ પુરી સજ્જતા સાથે વાહનોનું ચેકિંગ કર્યું હતું.
