ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી
દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હતું,
અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ગઇ કાલ તા.૧૦/૧૨/૨૦૨૨ નાં લીલીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી હકિકત આધારે લીલીયા ટાઉનમાં ગઢશેરીમાં જાહેરમાં પૈસા પાનાથી હારજીતનો જુગાર રમતા પાંચ ઇસમોને જુગાર રમતા રોકડ રકમ, મોબાઇલ ફોન તથા જુગાર સાહિત્ય સાથે પકડી પાડી, પાંચેય ઇસમો સામે જુગારધારા મુજબ ધોરણસર કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ લીલીયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીઃ-
(૧) ઓસમાણભાઇ હુસેનભાઇ બેલીમ, ઉ.વ.૬૦, રહે.મોટા લીલીયા, ગઢશેરી, તા.લીલીયા, જિ.અમરેલી,
(૨) દિપકભાઇ જેરામભાઇ સોલંકી, ઉ.વ.૪૫, રહે.મોટા લીલીયા, મેઇન બજાર, તા.લીલીયા, જિ.અમરેલી, (૩) મજીદ રજુભાઇ દલ, ઉ.વ.૨૭, રહે.મોટા લીલીયા, સંધી સોસાયટી, તા.લીલીયા, જિ.અમરેલી.
(૪) સિરાજભાઇ દિલુભાઇ બેલીમ, ઉ.વ.૫૦,રહે.મોટા લીલીયા, હવેલી શેરી, તા.લીલીયા, જિ.અમરેલી. (૫) સોહરાબભાઈ સુલતાનભાઈ અબડા, ઉ.વ.૩૮, રહે.મોટા લીલીયા, સંધી સોસાયટી, તા.લીલીયા, જિ. અમરેલી.
પકડાયેલ મુદ્દામાલ-
રોકડા રૂ.૧૬,૯૦૦/- તથા મોબાઇલ ફોન નંગ ૩, કિં.રૂ.૧૫,૦૦૦/- તથા ગંજીપતાના પાના નંગ-પર કિ.રૂ.૦૦/- મળી કુલ કિં.રૂ.૩૧,૯૦૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન
હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. પોપટભાઇ ટોટા, જાવેદભાઇ ચૌહાણ તથા પો.કોન્સ. મહેશભાઇ મુંધવા, તુષારભાઇ પાંચાણી, સલીમભાઇ ભટ્ટી, નિકુલસિંહ રાઠોડ દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


