Gujarat

માઇન્સ ડિપાર્ટમેન્ટ માટે અલગ મિનિસ્ટર આપવા વેપારીઓની માગ 

છોટાઉદેપુર જિલ્લા સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં માઇન્સ વિભાગના વેપારીઓ તથા એસોસીએશનના હોદ્દેદારો દ્વારા નવી સરકારમાં માઇન્સ ડિપાર્ટમેન્ટ માટે સ્વતંત્ર હવાલો આપવામાં આવે અને રાજ્ય કક્ષાના મંત્રીની નિમણૂક કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર પંથકમાં આશરે 50 જેટલી ડોલોમાઈટ પથ્થરની માઇન્સ આવેલી છે. અને 100 જેટલી ડોલોમાઈટ પથ્થરનો પાઉડર બનાવવાની ફેકટરીઓ આવેલી છે. જે મિનરલ મર્ચન્ટ એસોસિએશન છોટાઉદેપુરમાં પણ આવેલું છે.
છોટાઉદેપુર લઘુ ઉદ્યોગ ભારતીના પ્રમુખ અને ડોલોમાઈટના વેપારી રમકાન્તભાઈ ધોબીએ જણાવ્યું હતું કે ગુજરાતના છોટાઉદેપુર તથા સૌરાષ્ટ્ર અને કચ્છમાં અનેક માઇન્સ તથા મિનરલ આવેલી છે. જેમાં ખાણ ખનીજ ખાતા માટે અલગ મંત્રીની નિમણૂક કરવામાં આવે એ જરૂરી છે.
છોટાઉદેપુર પુષ્કળ પ્રમાણમાં ડોલોમાઈટ પથ્થર નીકળે છે જે દેશના ઘણા રાજ્યોમાં જાય છે. જ્યારે રાજ્યમાં ઘણા વિસ્તારોમાંથી જરૂરી કિંમતી ખનીજ નીકળે છે. જેનું આખા ગુજરાતનું વાર્ષિક ટર્ન ઓવર 50 હજાર કરોડ જેટલું થાય છે. અને 1400 કરોડની રોયલ્ટીની આવક છે. અને 7700 માઇન્સ છે. છેલ્લા 6 વર્ષથી સ્ટેટ લેવલના કોઈ મિનિસ્ટર ન હોવાથી આશરે 2000થી વધુ ખાણ માલિકો આધિકારીઓના પનારે છે. અને તેઓના આદેશનું પાલન કરે છે. અને લાચાર બની ગયા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *