Maharashtra

હોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સ્ટીફન બોસે કરી આત્મહત્યા, હોટલના રૂમમાંથી લાશ મળી

મુંબઇ
હોલિવૂડની દુનિયામાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. ઈન્ડસ્ટ્રીના ફેમસ એક્ટર, ડાન્સર અને ડીજે સ્ટીફન બોસ હવે આ દુનિયામાં નથી. અહેવાલો અનુસાર, અભિનેતાનું નિધન ૧૩ ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ થયું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, બોસે આત્મહત્યા કરી લીધી છે. તેનો મૃતદેહ હોટલના રૂમમાંથી મળી આવ્યો છે. સ્ટીફન બોસ ‘ધ ઈલેન ડી જાેન્સ’ અને ‘સો યુ થિંક યુ કેન ડાન્સ’ જેવા શો માટે જાણીતા હતા. રિપોર્ટ્‌સ અનુસાર, પોલીસને બોસનો મૃતદેહ લોસ એન્જલસની એક હોટલના રૂમમાંથી મળ્યો હતો. બીજી તરફ, સ્ટીફન બોસની પત્ની એલિસન હોકરનું કહેવું છે કે બોસ તેમની કાર લીધા વિના જ ઘરથી નીકળી ગયા, જે એક અજીબ વાત હતી, કારણ કે બોસ ક્યારેય તેમની કાર વગર ક્યાંય ગયા નથી. સ્ટીફન બોસના અચાનક નિધનથી પરિવાર આઘાતમાં છે. તેમજ ચાહકોમાં પણ શોકનું મોજુ ફરી વળ્યું છે. રિપોર્ટ્‌સમાં એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સ્ટીફન બોસે પોતાને ગોળી મારીને જીવનનો અંત લાવ્યો છે. જાેકે, તેણે આત્મહત્યા જેવું આ મોટું પગલું કેમ ભર્યું તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી. સ્ટીફન બોસના મૃત્યુ બાદ તેની પત્ની ઈલેન હોકરે એક નિવેદન જારી કરીને કહ્યું કે, ‘ભારે હૃદય સાથે મારે કહેવું છે કે મારા પતિ સ્ટીફન અમને બધાને છોડીને ચાલ્યા ગયા છે. તે પોતાના પરિવાર, મિત્રો અને સમુદાયને ઘણું મહત્વ આપતો હતો. પ્રેમ તેના માટે સર્વસ્વ હતો. તે અમારા પરિવારની કરોડરજ્જુ હતી. તે એક સારા પતિ અને પિતા હતા. તે તેના ચાહકો માટે પણ પ્રેરણાસ્ત્રોત હતા. તેમનો હકારાત્મક અભિગમ હંમેશા અનુભવાશે. આ સિવાય એલિને કહ્યું, કે ‘આ મુશ્કેલ સમયમાં અમારી પ્રાઈવસીનું ધ્યાન રાખો. ખાસ કરીને મારું અને મારા ત્રણ બાળકોનું ધ્યાન રાખો’.

File-02-Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *