કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર આયોજીત પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જૂનાગઢ સંચાલિત ડુંગરાળ વન વિસ્તાર પરિભ્રમણ કાર્યક્રમનું આયોજન તારીખ ૩૧/૦૧/૨૦૨૩ થી ૦૯/૦૨/૨૦૨૩ સંપુર્ણ સરકારી ખર્ચે જૂનાગઢ ખાતે થનાર છે. વય મર્યાદા :- ૧૪ થી ૪૫ વર્ષ, સમયગાળો :- ૧૦ દિવસ રહેશે. આ અંગેનું નિયત ફોર્મ Face Book Page : SVIM ADMINISTRATION પરથી ડાઉનલોડ કરી શકાશે. નિયત અરજી ફોર્મ જરૂરી પુરાવા સાથે તા. ૧૧/૦૧/૨૦૨૩ સુધીમાં પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વાતારોહણ તાલીમ કેન્દ્ર, લાખાકોઠા, ભવનાથ,જૂનાગઢ ખાતે રૂબરૂ અથવા પોસ્ટમાં મળી જાય તે રીતે મોકલી આપવાનું રહેશે,ફોર્મ સાથે જન્મનો પુરાવો,નિવાસ અંગેનું આધાર કાર્ડ,બેઝિક કોર્ષ પ્રમાણપત્ર, મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર ,વાલીનું સંમતીપત્ર સાથે જોડવાનું રહેશે, ઓછામાં ઓછો બેઝિક કોર્ષ કરેલ હોય તેઓ એ જ અરજી કરવાની રહેશે. અધૂરી વિગતવાળા ફોર્મ ધ્યાને લેવામાં આવશે નહીં, કોચીંગ કોર્ષ કરેલને પસંદગીમાં અગ્રિમતા આપવામાં આવશે, વધુ માહિતી માટે કચેરીના સંપર્ક નં. ૦૨૮૫-૨૬૨૭૨૨૮ માં સંપર્ક કરવાનો રહેશે.
