Gujarat

ડીસાના જુના નેસડા પાસે બાઈક સ્લીપ થતા અકસ્માત, ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત

ડીસા
ડીસા તાલુકાના જુના નેસડા ગામ પાસે રાત્રે બાઈક સ્લીપ ખાઈ ડિવાઈડર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે. અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું છે. બનાવને પગલે ભીલડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. ડીસા તાલુકાના લોરવાડા ખાતે રહેતા ૩૭ વર્ષીય રમેશ પરમાર તેમનું બાઈક લઈને લાખણી તાલુકાના પેપળું ખાતે સંબધીના ત્યાં મળવા ગયા હતા. ત્યાંથી રાત્રે પરત આવી રહ્યાં હતા. તે દરમિયાન જુના નેસડા ગામ પાસે અચાનક સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા બાઈક સ્લીપ ખાઈ ગરનાળાના ડિવાઇડર સાથે ટકરાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બાઈક ચાલક રમેશભાઈ રોડ પર પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યું હતું. બનાવને પગલે ભીલડી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી હતી. અકસ્માત મામલે ફરિયાદ નોંધી ભીલડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

File-02-Page-15.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *