Gujarat

હજુ ગઈકાલે સાવરકુંડલા બાયપાસ રોડ પર બાંધવામાં આવેલ નાલાના કામની ગુણવત્તા અંગે એક વિડિયો વાયરસ થયેલ. આ સંદર્ભે સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા તુરંત એક્શન મોડમાં આવેલ. અને હવે નબળી કામગીરી નહી ચાલે તેવો સ્પષ્ટ સંકેત લાગતાવળતાને આપેલ. 

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલાના લોકપ્રિય ધારાસભ્ય મહેશભાઈ કસવાલા એ ગઈકાલે કલેક્ટરશ્રી દ્વારા આયોજિત સંકલન બેઠકમાં બાયપાસના નાલાની નબળી ગુણવત્તા બાબતે પ્રશ્નો ઉઠાવેલ અને આજરોજ તે નાળા તોડાવ્યા અને આજે ફરીથી બાયપાસની મુલાકાત પણ  લીધી અને અધિકારીઓને કોન્ટ્રાક્ટર સાથે નબળું કામ નહીં ચાલે એવો માર્મિક સંદેશ પણ લાગતાવળતાને સ્પષ્ટરીતે આપેલ. લાગે છે કે હવે સાવરકુંડલા વિસ્તારનાં વિકાસના કામોને પવનવેગ મળશે. કારણ કે હવાનુ રૂખ પણ હવે પ્રગતિમાં પંથે  હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે.

IMG-20221218-WA0022.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *