સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવકુંડલાનગર પાલિકા દ્વારા સંચાલિત પંડિત દીનદયાળ ઉપાધ્યાય ઉપવન (જનતા બાગ) બગીચામાં જે મ્યુઝીક સિસ્ટમ લગાવવામાં આવેલ હતી તે ઘણા લાંબા સમયથી ટેક્નિકલ ખામીના કારણે બંધ હાલતમાં પડેલ હોય તે સાવરકુંડલા નગરપાલિકાના સદસ્ય દ્વારા જાતે ચાલું કરાવતાં નગરપાલિકાના જાગૃત સદસ્યની સરાહનીય કામગીરી કરેલ છે જે બિરદાવવા લાયક ગણાય છે અને તેમણે જાત મહેનત જિંદાબાદના સૂત્રને સાર્થક કરતા જાગૃત સદસ્ય એમ પી લાડવા, કેશુભાઈ ચૂડાસમા
અને તેની ટીમ નિલેશભાઈ વાધેલા વાઇફાઇ વાળા તથા બટુકભાઈને આવી ઉમદા અને રચનાત્મક કાર્ય કરવા બદલ ઠેર ઠેરથી અભિનંદનની વર્ષા થઈ રહી છે તેઓના હસ્તે આવા શુભકાર્યો સદૈવ થતાં રહે એવી મનોકામના.


