Delhi

જેપી નડ્ડાએ રાહુલ ગાંધીના નિવેદન પર કહ્યું,‘રાહુલ ગાંધી ચીન અને પાકિસ્તાનની ભાષા બોલી રહ્યાં છે’

નવીદિલ્હી
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના અરૂણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં થયેલી ઘર્ષણ બાદ આપેલા નિવેદન પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, તે સેનાનું મનોબળ નીચું કરી રહ્યાં છે. ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું- પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનું નિવેદન સેનાનું મનોબળ નીચું લાવવાનું કામ કરે છે. તેની જેટલી નિંદા કરવામાં આવે એટલી ઓછી છે. આપણી સેના બહાદુરીનું પ્રતીક છે. આપણે જાણીએ છીએ કે ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીએ કોંગ્રેસ પાર્ટીની સાથે એમઓયૂ સાઇન કર્યું હતું. તેમણે આરોપ લગાવતા કહ્યું કે, તે જાણે છે કે ચાઇનીસ એમ્બેસીએ રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ફંડ આપ્યું છે. આ કારણ છે કે રાહુલ ગાંધી ચીન અને પાકિસ્તાનની ભાષા બોલે છે. જેપી નડ્ડાએ કહ્યુ કે ડોકલામ (ર્ડ્ઢાઙ્મટ્ઠદ્બ) માં જ્યારે ભારતીય સેના હતી તો રાહુલ ગાંધી ચાઇનીસ એમ્બેસીમાં ચીની અધિકારીઓને મળી રહ્યાં હતા. આપણે જાણીએ છીએ કે તે સર્જિકલ સ્ટ્રાઇક (જીેખ્તિૈષ્ઠટ્ઠઙ્મ જીંિૈાી) પર પણ પ્રશ્ન ઉઠાવી રહ્યાં હતા. રાહુલ તે ભાષા બોલે છે જે પાકિસ્તાન બોલે છે. હું આવા નિવેદનોની નિંદા કરૂ છું. આ તેમની માનસિકતા દર્શાવે છે. રાહુલ ગાંધીએ શુક્રવાર (૧૭ ડિસેમ્બર) એ જયપુરમાં ભારત જાેડો યાત્રાના ૧૦૦ દિવસ થવા પર મીડિયા સાથે વાત કરવા દરમિયાન દાવો કર્યો હતો કે ચીન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે, જ્યારે સરકાર સુતી છે અને આ ખતરાને નજરઅંદાજ કરવાનો પ્રયાસ કરી રહી છે. સરકાર દેશ સામે છુપાવવાનો પ્રયાસ કરી રહી છે પણ તે સફળ થશે નહીં. અરૂણાચલ પ્રદેશમાં ભારત અને ચીની જવાનો વચ્ચે હાલમાં થયેલા ઘર્ષણના સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે ક્ષેત્રમાં ભારતીય જવાનોને મારવામાં આવી રહ્યાં છે. રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે સરકાર ઇવેન્ટ પ્રમાણે કામ કરે છે, રણનીતિ પ્રમાણે નહીં. આપણે સાવ

Page-02.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *