Delhi

દિલ્હીમાં ઘર કંકાસમાં પતિએ બે વર્ષના બાળકને ત્રીજા માળેથી નીચે ફેંકી પોતે પણ કુદી ગયો

નવીદિલ્હી
પત્ની સાથે ઝઘડો થયા બાદ એક વ્યક્તિએ શુક્રવારે રાતે પોતાના ૨ વર્ષના દીકરાને ત્રીજા માળેથી ઘરની બાલકનીથી નીચે ફેંકી દીધો હતો અને સાથે તે પણ કુદી ગયો હતો. ઘટના દિલ્હીના કાલકાજી વિસ્તારની છે. પિતા-પુત્ર બંને ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને એઈમ્સમાં ભરતી કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું છે કે, માન સિંહ અને તેમની પત્ની પૂજા છેલ્લા કેટલાક મહિનાથી વિવાદ બાદ અલગ રહેતા હતા. પૂજા હાલમાં પોતાના ૨ બાળકો સાથે કાલકાજીમાં પોતાની નાનીના ઘરે રહે છે. ગત રાતે માન સિંહ પત્ની અને બાળકોને મળવા આવ્યો હતો. જ્યારે દંપતી સાથે આકરી બોલાચાલી થઈ. પોલીસે કહ્યું કે, ગુસ્સામાં તે પોતાના દીકરાને બાલકનીમાં લઈ ગયો અને તેને ૨૧ ફુટ નીચે ક્રોકીંટમાં ફેંકી દીધો, ત્યાર બાદ તેણે પણ કુદકો મારી દીધો હતો. હોસ્પિટલમાં હાલમાં તેની હાલત સ્થિર છે, પણ બાળકની હાલત નાજૂક હોવાનું કહેવાય છે. પૂજાની દાદીએ આરોપ લગાવ્યો છે કે, માન સિંહ દારુના નશામાં હતી, પણ પોલીસે કહ્યું કે, માન સિંહ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૦૭ અંતર્ગત મામલો નોંધી લેવામાં આવ્યો છે. આ અગાઉ એક દિવસ પહેલા રાની ઝાંસી રોડ પર મોડલ વસ્તીમાં આવેલી દિલ્હી નગર નિગમની પ્રાથમિક વિદ્યાલયમાં મહિલા ટીચરે એક વિદ્યાર્થીને પહેલા માળેથી નીચે ફેંકી દીધો હતો. તેને ક્લાસરુમનો દરવાજાે બંધ કરીને વિદ્યાર્થીના માથા પર કાતર વડે ઘા માર્યા હતા. ઘાયલ વિદ્યાર્થીને હિન્દુરાવ હોસ્પિટલમાં ભરતી કરાવ્યો છે. જ્યાં તેની હાલત ખતરાથી બહાર હોવાનું કહેવાય છે.

Page-12.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *