જામનગર
જામનગરના હવેલી નજીક આવેલા જલાની જાર વિસ્તારમાં અવારનવાર ગટરો છલકાવાની રાવ ઉઠી છે. જેને લઇને રસ્તા ઉપર ગટરોના પાણી ફરી વળે છે અને લોકો તેમજ રાહદારીઓને મુશ્કેલીઓ વેઠવી પડે છે. આ અંગે અવાર નવાર રજૂઆત કરે છે. છતાં પણ કોઇ સ્થાનિક તંત્ર દ્વારા ધ્યાન ન દેવાતુંં હોય જેથી તાત્કાલીક આ સમસ્યામાંથી છૂટકારો મળે તેવું સ્થાનિકો ઇચ્છી રહ્યા છે.
