Gujarat

પ્રાથમિક શાળા ગૂંથલી શાળામાંથી વય નિવૃત્ત થતાં શિક્ષકનો સમ્માન સમારોહ યોજાયો.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
પ્રાથમિક શાળા ગૂંથલી તા.બાલાશિનોર ના આચાર્ય મણીલાલ વાલજીભાઈ રોહિત શાળામાંથી વય નિવૃત્ત થતાં તેમના વતન પાટા તા.વીરપુર ખાતે સન્માન સમારોહ રાખવામાં આવેલ.સાથે સાથે સહજ ઉપનામથી તેમણે લખેલ બાળગીત કાવ્ય સંગ્રહ વનમાં ટહુક્યો મોરનું વિમોચન નિવૃત્ત અધિક કલેકટર આર.કે.રાઠોડ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. સૌ સ્નેહીજનો એ તેમનું અભિવાદન કર્યું હતું. કઠલાલના નિવૃત્ત શિક્ષક તથા કવિ ડી. કે. રોહિત અને અન્ય સહકર્મચારીઓ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

cropimage1671448537851.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *