છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા સંસદમાં ડભોઇ ચાંદોદ થી એક્તાનગર જતી ટ્રેનો ચાંદોદ વિરામ લે તેવી સાંસદની રજુઆત કરવામાં આવી હતી. છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા દ્વારા સંસદ ભવન ખાતે ડભોઇ થી ચાંદોદ સંખ્યા બંધ યાત્રાળુઓ જાય છે ટ્રેન ચાંદોદ ન રોકાતા યાત્રાળુઓને ભારે હાલાકી પડતી હોય છે જે ધ્યાનમાં રાખી ચાંદોદ ખાતે એકતાનગર જતી ટ્રેન મુસાફરો ઉતારવા સ્ટોપ અપાય તેવી માંગ કરી હતી જ્યારે કે ડભોઇ નેરોગેજ રેલવે જંકશન હોવાથી હાલ બ્રોડગેંજમાં રૂપાંતર થયેલું હોય ડભોઇ ખાતે અવર-જવર કરતી તમામ ટ્રેનોમાં ડભોઇના મુસાફરોને કેવડિયા ખાતેની ટિકિટ લેવી પડતી હોયછે અને રેલવેની તમામ સુવિધાઓ પહેલાની જેમ ડભોઇ રેલવે સ્ટેશનથી જ મળવી જોઈએ તેવી લોકમાંગ ઉઠવા પામી છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
