મુંબઈ
અભિનેત્રી શાલિની પાંડેએ તાજેતરમાં તેનો ૨૮મો જન્મદિવસ ઉજવ્યો હતો. સાઉથની આ સુંદરી હવે બોલીવૂડમાં પણ એન્ટ્રી કરી રહી છે. જયશભાઇ જાેરદાર નામની ફિલ્મમાં તે રણવીરસિંહ સાથે મુખ્ય ભુમિકા નિભાવી રહી છે. શાલિનીને ચાહકો અર્જુન રેડ્ડી ફિલ્મને કારણે વધુ ઓળખે છે. તે ઇચ્છે છે કે તેની પહેલી હિન્દી ફિલ્મ જયેશભાઇ જાેરદાર હવે ઝડપથી થિએટરમાં રિલીઝ થાય. તેણે કહ્યું હતું કે હું છેલ્લા એક વર્ષથી મારી આ હિન્દી ડેબ્યુ ફિલ્મની રિલીઝ થવાની રાહ જાેઇ રહી છું. દર્શકો આ ફિલ્મ જૂએ એ માટે હું ઉતાવળી બની ગઇ છું. અમે આ સ્પેશિયલ ફિલ્મને ખુબ જ પ્રેમ અને સમર્પણની ભાવનાથી બનાવી છે. મને ખબર છે કે આ ખૂબ જ સારી ફિલ્મ છે, મને ખાતરી છે કે લોકોને આ ફિલ્મ અને મારું પાત્ર ગમશે. થિયેટર્સ શરૂ થાય એવી મારી ઇચ્છા છે, કારણ કે હું ઇચ્છું છું કે લોકો થિયેટર્સમાં જાય. હું પણ થિયેટરમાં જવા માગું છું અને મોટી સ્ક્રીન પર ફિલ્મ જાેવા માગું છું.