કતર
કેપ્ટન લિયોનેલ મેસીની આગેવાનીમાં આજેર્ન્ટિનાની ટીમે હ્લૈંહ્લછ ુર્ઙ્મિઙ્ઘષ્ઠેॅ ઇતિહાસનું ત્રીજું ટાઇટલ જીતી લીધું હતું આ સાથે મેસીએ સેંકડો દેશવાસીઓનું અને તેનું પોતાનું પણ વર્લ્ડકપ જીતવાનું સપનું પૂરું કરી દીધું છે. મેસી અને આજેર્ન્ટિનાનાં ફેન્સ માટે આ ઉત્સવ સમો દિવસ છે. કતારમાં વર્લ્ડ કપની ફાઈનલ લુસેલ સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ અને આજેર્ન્ટિના વચ્ચે રમાઈ છે. કેપ્ટન લિયોનેલ મેસીએ મેચમાં આજેર્ન્ટિનાને ૧-૦ની લીડ અપાવી હતી. તેણે ૨૩મી મિનિટે પેનલ્ટી પર પહેલો ગોલ કર્યો હતો. ફ્રાન્સના ઓસમાને ડેમ્બેલે આજેર્ન્ટિનાના એન્જલ ડી મારિયાને પેનલ્ટી બોક્સમાં નીચે લાવ્યો. તેની ભૂલ જાેઈને રેફરીએ આજેર્ન્ટિનાને પેનલ્ટી આપી હતી. પેનલ્ટી મળતા સેમીફાઇનલની જેમ કેપ્ટન મેસીએ ફરી કોઈ ભૂલ ન કરી અને બોલ સીધો ગોલપોસ્ટમાં નાખ્યો હતો આજેર્ન્ટિનાએ પ્રથમ ગોલથી શરૂઆત કરી હતી. આજેર્ન્ટિના અને ફ્રાન્સ વધારાના સમયમાં પહોંચી ગયા હતા. નિર્ધારિત ૯૦ મિનિટ સુધી મેચ ૨-૨ થી બરાબર રહી હતી. વધારાના સમયમાં દરેક ૧૫ મિનિટના બે ભાગ થયા હતા. તેમાં પણ્ ર્નિણય ન આવતા ત્રણ મિનિટનો એકસ્ટ્રા ટાઈમ આપવામાં આવ્યો હતો. આખરે તેમાં પણ ર્નિણય ન આવતા પેનલ્ટીનાં આધારે ર્નિણય લેવામાં આવ્યો હતો. મેચના પહેલા હાફમાં લિયોનેલ મેસ્સી અને એન્જલ ડી મારિયાના ગોલને કારણે આજેર્ન્ટિનાએ ૨-૦ની સરસાઈ મેળવી હતી. એવું લાગી રહ્યું હતું કે આજેર્ન્ટિના આસાનીથી મેચ જીતી જશે જ્યારે કૈલિયન એમબાપ્પે ૮૦મી અને ૮૧મી મિનિટે બે ગોલ ફટકાર્યા હતા. તેના ગોલને કારણે ફ્રાન્સ મેચમાં પાછું ફર્યું. ઉલ્લેખનીય છે કે બંને ટીમો આ ટુર્નામેન્ટ બે વખત જીતી ચૂકી છે. ફ્રાન્સ ૧૯૯૮ અને ૨૦૧૮માં ચેમ્પિયન બન્યું હતું. આ સાથે જ આજેર્ન્ટિના ૧૯૭૮ અને ૧૯૮૬માં ટાઈટલ જીતવામાં સફળ રહી હતી. આજની મેચમાં, બધાની નજર વિશ્વના મહાન ખેલાડીઓમાંના એક, લિયોનેલ મેસ્સી અને યુવા સુપરસ્ટાર કિલિયન એમબાપ્પે પર રહેશે. આજેર્ન્ટિનાએ વર્લ્ડ કપ ફાઇનલમાં ફ્રાન્સ સામે બીજાે ગોલ કર્યો હતો. એન્જલ ડી મારિયાએ ૩૬મી મિનિટે બોલને ગોલ પોસ્ટમાં નાખ્યો હતો. ફ્રાન્સના ઉપમેકાનો બોલ પર કંટ્રોલ રહ્યો નહોતો. જેનો ફાયદો ઉઠાવી મેસ્સી બોલ મેકએલિસ્ટરને પાસ કર્યો હતો છે. મેકએલિસ્ટર બોલ ડી મારિયાને પાસ કર્યો હતો. અને ડી મારિયાએ કોઈ ભૂલ કરી નહોતી અને બોલ ગોલ પોસ્ટમાં ફેંકી દીધો હતો આ સાથે આજેર્ન્ટિના ત્રીજાે વર્લ્ડકપ જીતવા તરફ આગળ વધી ગયું હતું. આજેર્ન્ટિનાએ ટીમમાં એક ફેરફાર કર્યો હતો. તેણે મિડફિલ્ડમાં એન્જલ ડી મારિયાનો સમાવેશ કર્યો હતો.


