Gujarat

ગાંધીનગરમાં સ્વિંગ ક્રિકેટ ગ્રાઉન્ડની બહાર કારનો કાચ તોડી તસ્કરો ૭.૨૮ લાખની મત્તા ભરેલી બેગ ચોરીને થયા ફરાર

ગાંધીનગર
ગાંધીનગરના અડાલજ-કોબા જતાં રોડ પર આવેલા સ્વિંગ ક્રિકેટ ગ્રાઉન્ડની બહાર પાર્ક કરેલી કારનો કાચ તોડી તસ્કરો અંદરથી સોનાંના દાગીના સહિત રૂ. ૭.૨૮ લાખની મત્તા ભરેલી બેગ ચોરીને ફરાર થઈ ગયા હતા. જેને લઈ અડાલજ પોલીસે ગુનોં નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રાજસ્થાનના ઉદેપુર ખાતે રહેતાં નિતુસીંગ રવિસીંગ રાવના પતિ કન્સ્ટ્રક્શનનું કામ કરે છે, જેમને સંતાનમાં એક દીકરી રીયોનિકા છે. હાલમાં તેમના પતિનું કર્ણાટક ખાતે કન્સ્ટ્રકશનનું કામ ચાલુ હોવાથી તેઓ છેલ્લા ચારેક માસથી ત્યાં રહે છે. તા. ૧૮મી ડિસેમ્બરના ઉદયપુર જવાનું હોવાથી નિતુસીંગ દીકરી સાથે કોલ્હાપુર એરપોર્ટ કર્ણાટકથી અમદાવાદ આવવા નીકળ્યાં હતા. ત્યારબાદ બપોરના અમદાવાદ એરપોર્ટ આવતાં તેમની નણંદ નમીતા ભવાનીસિંહ કલાવત (રહે. ભાડજ) સફેદ કલરની ફોક્સ વેગન વેન્ટો ગાડી લઈને લેવા માટે ગયા હતા, ત્યારે નમીતાબેનની ક્રિકેટ મેચ હોવાથી ત્રણેય જણાં સીધા અડાલજથી કોબા જતાં રોડ પર આવેલા સ્વિંગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ગયા હતા. જ્યાં બહાર ગાડી પાર્ક કરી હતી અને સામાન પણ ગાડીમાં પડ્યો હતો. આ દરમિયાન સાંજના ગ્રાઉન્ડમાં જાહેરાત કરાઈ હતી કે, ગ્રાઉન્ડ બહાર પાર્ક કરેલી ગાડીનો કાચ તોડી સામાનની ચોરી થઈ છે. આ સાંભળી નિતુસીંગ સહિતના લોકો બહાર દોડી ગયા હતા. જ્યાં માલુમ પડયું હતું કે, તસ્કરો ડ્રાઈવર સાઈડની પાછળના દરવાજાનો કાચ તોડી અંદર મૂકેલી ૩૫ હજારની બેગ ચોરીને ફરાર થઈ ગયા છે. જેમાં રૂ. ૧.૫૦ લાખ રોકડાં, સોનાનાં ચાર સિક્કા, સોનાની ચેઇન, પગમાં પહેરવાની સોનાંની વિટ્ટી, સોનાંની ડાયમંડવાળી વીંટી નંગ-૪, સોનાંનું ગોળાકાર ડાયમંડવાળુ પેન્ડલ, ગોલ્ડન કલરની ઘડિયાળ, ચશ્મા, એપલ કંપનીના એરપોડ સહિત અન્ય દસ્તાવેજાે મળીને કુલ રૂ. ૭.૨૮ લાખની મત્તા રાખી હતી. આ બનાવના પગલે અડાલજ પોલીસે ગુનોં નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

File-01-Page-22.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *