Gujarat

સાપુતારામાં મીની ટ્રાવેલર્સ ધડાકા ભેર રોપ-વે કેબિનમાં ઘુસી જતા અકસ્માત સર્જાયો

ડાંગ
રાજ્યના એકમાત્ર ગિરિમથક સપુતારા ખાતે રોજ સાંજના સુમારે હિલ પરથી ઢાળ ઊતરતા ફોર વ્હીલ ગાડી ઢાળના વળાંકમાં આવેલા રોપવેના કેબિનમાં ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. રોપ-વે કર્મચારી અને મુસાફરોને ઈજાઓ થઈ હતી. જાેકે સદનસીબે કોઈ મોટી જાનહાની થવા પામી નથી. રોજ સાપુતારાના સનસેટ પોઇન્ટ ઉપરથી સનસેટ નિહાળ્યા બાદ મહારાષ્ટ્રનું પરિવાર હિલ પરથી નીચે ઉતરી રહ્યો હતો. ત્યારે તીવ્ર ઢાળ પર મીની ટ્રાવેલર્સના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા વળાંકની બાજુમાં આવેલા રોપ-વેના કેબિનમાં ધડાકા ભેર અથડાતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગાડી એ રોપ-વેના બે કર્મચારીઓને અડફેટમાં લેતા તેમને ગંભીર ઈજાઓ થતાં ૧૦૮ દ્વારા સાપુતારા પીએચસી ખાતે લઇ જવાયા હતા. જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે આહવા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. મળતી વિગતો અનુસાર રોપ-વેના બંને કર્મચારીઓ પૈકી એકને કમરના ભાગે ઈજાઓ થઈ હતી. જ્યારે બીજાને બંને પગમાં ફ્રેકચર હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી.

File-01-Page-27.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *