સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
શિયાળો બેસતાં વહેલી સવારે સ્ટ્રીટ લાઈટ અંધારું હોય ,વહેલા બંધ થઈ જતી અને બહાર ગામથી આવતાં વિદ્યાર્થી ભાઈઓ ,ખાસ કરીને બહેનો દીકરીઓ અંધારામાં સ્કૂલ કોલેજો જવા માટે બસ ડેપોથી મહુવા રોડ પરથી પસાર થતી હોય, કોઈ અજુગતી ઘટના ન બને , સાવચેતીના પગલાં માટે સાવરકુંડલાના કાઉન્સિલરના પુત્ર અને યુવા પત્રકાર સોહિલભાઈ શેખનું ધ્યાન આ સંદર્ભે જતાં તાત્કાલિક પોતે આ બાબતનું સંજ્ઞાન લઈને અજવાળું થાય ત્યાં સુધી નગરપાલિકાની જાહેર લાઈટ ચાલુ કરાવી મહુવા રોડ માટે ખૂબ સારી પ્રસંસનીય કામગીરી કરી તે બદલ ખુબ ખુબ અભિનંદન આવી રીતે સમાજ અને લોકોની કામગીરીમાં અગ્રેસર રહી આપ કામ કરતા રહો એવી આશા તેનાં આવા પ્રસંસનીય કામગીરી બદલ શાળા કોલેજનાં વિદ્યાર્થીઓમાં ખાસ્સી ચાહના પ્રાપ્ત કરેલ છે. આમ પણ સોહિલભાઈ પોતે સેવાભાવી સમાજસેવક તરીકે સમાજમાંથી ખાસ્સી લોકપ્રિયતા ધરાવે છે.


