Gujarat

જીલ્લા રોજગાર કચેરી, નડિયાદ ખાતે રોજગાર ભરતીમેળો તેમજ પ્રેરણાત્મક સ્વરોજગાર શિબિર યોજાશે.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
જીલ્લા રોજગાર કચેરી, નડિયાદ દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારોના લાભાર્થે તા.૨૨-૧૨-૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જીલ્લા રોજગાર વિનિમય કચેરી, બ્લોક-એ, બીજો માળ, સરદાર પટેલ ભવન, નડીઆદ ખાતે રોજગાર ભરતીમેળા તેમજ સ્વરોજગાર શિબિરનું આયોજન કરવામાં આવેલ છે.
રોજગાર ભરતીમેળામાં રેડ એક્ષ એન્ટરપ્રાઈઝ- અમદાવાદ (ફ્લિપકાર્ટ વેરહાઉસ-વડાલાલ તા.જી.ખેડા)માં આસીસ્ટન્ટ સુપરવાઈઝરની ખાલી જગ્યાઓ માટે ૧૮ થી ૪૦ વર્ષની વય ધરાવતા ધો.૧૨ પાસ કોઇ પણ સ્નાતક ઉમેદવારો હાજર રહી શકશે.
 યુવા શક્તિ ફાઉન્ડેશન (ITC LIMITED- NADIAD)માં ડિપ્લોમા ટ્રેઈની ની ખાલી જગ્યાઓ માટે ૧૮ થી ૩૦ વર્ષની વય ધરાવતા ડિપ્લોમા મેકેનિકલ/ ઈલેક્ટ્રીકલ/ઓટોમોબાઈલ/પ્રિન્ટીંગ પાસ ઉમેદવારો હાજર રહી શકશે.
ભરતીમેળામાં અસલ પ્રમાણપત્રોની ઝેરોક્ષ નકલો અને બાયોડેટા સાથે લાવવાના રહેશે. ભરતીમેળામાં અન્ય સ્થાનિક નોકરીદાતાઓ પણ હાજર રહી શકશે. આ ભરતીમેળામાં રોજગાર કચેરીમાં નામ નોંધણી કરાવેલ અને નોંધણી વગરના માત્ર ખેડા જીલ્લાનાં જ રોજગારવાંચ્છુ ઉમેદવારો ભાગ લઇ શકશે એમ જીલ્લા રોજગાર અધિકારી એન.આર.શુક્લ દ્વારા જણાવાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *