Gujarat

સાવરકુંડલા શહેરના જલારામ ભક્તો દ્વારા સાવરકુંડલા જલારામ મંદિરે દર્શન કરીને વિરપુર જલારામ મંદિર તરફ પદયાત્રા દ્વારા પ્રસ્થાન કરવામાં આવેલ. આ પ્રસંગે સાવરકુંડલા રઘુવંશી અગ્રણી હિતેષ સરૈયા અને રાજુભાઈ શીંગાળાએ તમામ ભક્તોનું ભાવપૂર્ણ સંન્માન કરી મોં મીઠા કરાવી પ્રસ્થાન કરાવ્યું.

સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા શહેરમાં આવેલ આસ્થાના ધામ સમા પ. પૂ. સંતશ્રી જલારામ બાપાનાં મંદિરેથી સાવરકુંડલા જલારામ ભક્તો વિરપુર પદયાત્રામાં પૂ. જલારામ બાપાનાં દર્શને પ્રસ્થાન કરતાં આ પ્રસંગે તમામ જલારામ ભક્તોનું સાવરકુંડલા શહેરના રઘુવંશી અગ્રણીઓ હિતેશ સરૈયા અને રાજુભાઈ શીંગાળાએ ફૂલહાર પહેરાવી મીઠાં મોં કરાવીને ખૂબ આદરપૂર્વક સંન્માનિત કરી પ્રસ્થાન કરાવ્યું હતું . પૂ. જલારામ ભક્તો છેલ્લા ઘણાં વર્ષોથી આ પરંપરા જાળવી રહ્યાં છે અને વિરપુર સુધી પદયાત્રા કરીને બાપાના ચરણોમાં વંદન કરતાં જોવા મળે છે. આ તમામ પદયાત્રાઓને તેઓની આ ધર્મભાવના બદલ તેમના આ સત્કાર્યની સમગ્ર રઘુવંશી સમાજમાં ભારે પ્રશંસા થઈ રહી છે. આપણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને આગળ ધપાવવા માટે પણ ધર્મ પ્રત્યે ઊંડી લાગણી, આસ્થા અને આદરભાવ ખૂબ આવશ્યક છે.

IMG-20221222-WA0057.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *