Gujarat

બોડેલી  માય શાનેન્  સ્કૂલમાં કેજી વિભાગના નાના ભુલકાઓ દ્વારા ‘ક્રિસમસ ડે(નાતાલ)’ ની ઉજવણી કરવામાં આવી

જે.સી.ટી ગૃપ સંચાલીત માય શાનેન્ સ્કૂલ બોડેલી ખાતે તા ૨૩/૧૨/૨૦૨૨ ને શુક્રવાર ના  રોજ કેજી વિભાગના નાના ભુલકાઓ દ્વારા ‘ક્રિસમસ ડે(નાતાલ)’ ની ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં કેજી વિભાગ ના હેડ વૈદેહીબેન શાહ, તેમજ અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમ ના આચાર્યો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં નાના ભુલકાઓ સેન્ટા ક્લોઝ બની ને આવ્યા હતા. આ કાર્યક્રમ માં નાતાલ ના તહેવાર વિશે બાળકો ને જાણકારી આપવામાં આવી હતી. તેમજ શાળા દ્વારા બનેલા સેન્ટા ક્લોઝ દ્વારા બાળકોને ચોકલેટ તથા બિસ્કીટ આપવામાં આવ્યા હતા. નાના ભુલકાઓ એ ડાન્સ કરી ખૂબ જ આનંદપૂર્વક આ કાર્યક્રમની ઉજવણી કરી હતી.

ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20221223-WA0054.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *