Delhi

આ અભિનેત્રીના સ્વિમ સૂટ પર વિવાદ, લોકોએ કહ્યું “ભગવાનું અપમાન સહન નહીં કરે હિન્દુસ્તાન”

નવીદિલ્હી
હાલમાં બોલીવુડ અભિનેત્રી નેહા શર્માએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક હોટ તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તે નારંગી કલરની બિકિનીમાં પોતાના ટોન્ડ ફિગરને ફ્લોન્ટ કરી રહી છે. પરંતુ હવે આ કારણે અભિનેત્રીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી છે. હકીકતમાં આ મુદ્દો રંગનો છે. તાજેતરમાં દીપિકા પાદુકોણનું ગીત બેશર્મ રંગ રિલીઝ થયું છે, ત્યારબાદ લોકોએ અભિનેત્રીને તેની બિકિનીના કલરને કારણે ટ્રોલ કરવાની શરૂ કરી દીધી. કેટલાક લોકોએ દીપિકાની ઓરેન્જ બિકિનીને ભગવા રંગનું અપમાન ગણાવતા વિરોધ નોંધાવ્યો. હવે નેહા શર્માને પણ પોતાના બિકિની કલરને કારણે ખુબ ટ્રોલ કરવામાં આવી રહી છે. લેટેસ્ટ તસવીરોમાં નેહા શર્મા તેના સિઝલિંગ બિકીની અવતારથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. નેહા શર્મા ભલે લાંબા સમયથી કોઈ ફિલ્મમાં જાેવા મળી નથી, પરંતુ તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. નેહા આ દિવસોમાં તેની બહેન સાથે ગોવામાં રજાઓ માણી રહી છે. તેની આ તસવીરો માત્ર ગોવાના બીચની છે. તેણે રેતી પર ઘણા કામુક પોઝ આપ્યા. નેહા શર્માની બોલ્ડ અદાઓ પર તેના ફેન્સ અભિનેત્રીની પ્રશંસા કરી રહ્યાં છે તો કેટલાક લોકો તેને બિકિનીના કલર પર ટ્રોલ કરી રહ્યાં છે. એક વ્યક્તિએ ટ્રોલ કરતા લખ્યું- ભગવા રંગનો સ્વિમવિયર પહેરીને તેણે હિન્દુ ધર્મનું અપમાન કર્યું છે. આ સિવાય અન્ય એક યૂઝરે લખ્યું કે નેહા શર્માની તસવીરો પર કોમેન્ટ કરતા લખ્યું- ભગવાનું અપમાન સહન નહીં કરે હિન્દુસ્તાન. નોંધનીય છે કે નેહાએ વર્ષ ૨૦૧૦માં ઇમરાન હાશમી સાથે ફિલ્મ ક્રૂકથી પોતાનું બોલીવુડમાં પર્દાપણ કર્યું હતું. ત્યારબાદ તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે.

File-01-Page-17.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *