Gujarat

કઠલાલ આર.સી.મિશન સ્કૂલ ખાતે ક્રિસમસ ડે અને સ્કૂલના વાર્ષિક દિન ની ઉજવણી કરાઈ.

રીપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
આર.સી.મિશન સ્કૂલ, કઠલાલમાં બાલમંદિર તેમજ ધોરણ ૧ થી ૮ ના બાળકો દ્વારા ક્રિસમસ ડે અને સ્કૂલના વાર્ષિક દિન ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પ્રભુ ઇસુના જન્મ પ્રસંગનું નાટક, ગરબો,ફિલ્મી ડાન્સ વગેરે રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ નિહાળવા ઘણી મોટી સંખ્યામાં હાજર રહેલા આમંત્રિત મહેમાનો અને વાલીઓએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવામાં સૌ શિક્ષક મિત્રોએ સહકાર આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં  શાળાના મેનેજર  તથા બંને સ્કૂલના આચાર્યો હાજર રહ્યા હતા.

IMG-20221223-WA0041.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *