લોકેશન : ખેડા મહુધા
રિપોર્ટર : નિસાર શેખ , મહુધા
મહુધા પોલીસ સ્ટેશન ખાતે વિદાય સમારોહ કાર્યક્રમમાં પી.આઈ. કે.એસ.દવે અને પી.એસ.આઈ. વાધેલા સહિત અન્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા મહુધા પોલીસ સ્ટેશન ખાતે ઉજવાયેલા આ કાર્યક્રમમાં પી.આઈ. કે.એસ.દવે નુ ફુલહાર કરી અને સાલ ઓઢાડીને વિદાય કરવામાં આવ્યા હતા વિદાય સમારોહ કાર્યક્રમમાં પી.આઈ. કે.એસ.દવે એ દ્વારા જણાવ્યું હતું કે લોકભાગીદારી થી મહુધા ખાતે સી.સી.ટીવી કેમેરા નાખવામાં આવ્યા છે તે સી.સી.ટીવી કેમેરાની મદદથી કેટલાક ગુનાઓ ઉકેલવા માટે પણ મદદરૂપ બન્યા છે વધુમાં પી.આઈ. કે.એસ.દવે એ જણાવ્યું હતું કે મહુધા પોલીસ સ્ટેશન માટે જમીન સંપાદન કરવા માટે પણ સતત પ્રયત્ન કર્યા છે
પી.આઈ. કે.એસ.દવે એ જણાવ્યું હતું કે મારા કર્મચારીઓ હંમેશા કલ્યાણ થાય અને તેમના માટે વધુ સારું કરી શકુ તેવું ધણી વખત વિચારતો રહું છું અને નિવૃત્ત થાય ત્યાં સુધી ધણી બધી બદલી પણ આવે અને બઢતી પણ આવે થોડીવાર ચડાવ આવે અને ઉતાર પણ આવે તો આ એક સરળ પ્રક્રિયા છે. કર્મચારીઓનાં સહકારથી અને કામગીરી ની સ્ફુર્તિ હતી એના માટે મહુધામાં પોલીસ સ્ટેશન સારી રીતે ચલાવી શકાય તેવાં પ્રયત્ન કર્યા છે આ વિદાય સમારોહ કાર્યક્રમમાં મહુધા પી.એસ.આઈ. વાધેલા,મહુધા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ તેમજ સ્થાનિક નાગરિકો નો આભાર વ્યક્ત કર્યો હતો.વિદાય આપતી વખતે પી.આઈ. કે.એસ.દવે અને કર્મચારીઓ વચ્ચે લાગણી નાં દ્રશ્યો જોવા મળ્યા હતા


