Gujarat

તનખલા ખાતે ડોન રુવા સ્કૂલ વાર્ષિક દિવસની ઉજવણી

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના તણખલા મુકામે ડોન રુવા સ્કૂલ તણખલા ખાતે વાર્ષિક દિનની ઉજવણી કરવામાં આવી.
જેમાં ચીફ ગેસ્ટ તરીકે ડોન બોસ્કો સ્કૂલના રેકટર ફાધર ચાલ્સ,ગેસ્ટ ઓફ honour તરીકે કેવડિયાના SRPFના કમાન્ડન્ટ  IPS એન્ડ્રુ મેકવાન અને શિબા મેકવાન અને સ્પેશ્યલ ગેસ્ટ તરીકે તણખલા ના જમાદાર પ્રકાશ રાઠવા ઉપસ્થિત રહ્યા હતા.
ડોન બોસ્કો અને ડોન રુવાના દીપ પ્રાગટ્ય સાથે પ્રોગ્રામની શુરુઆત થઈ બાળકોના મનોરંજન કાર્યક્રમ ની સાથે ડોન રુવા સ્કૂલના મેનેજર અને પ્રિન્સિપાલ બ્રધર રમેશે વાર્ષિક રિપોર્ટ રજુ કર્યો હતો.
બાળકોએ મ્યુઝિકલ પ્લે દ્વારા દર્શકોનું મન મોહી લીધું હતું. અને બાળકોના પ્રોત્સાહન માટે સ્કૂલમાં ઉત્તમ પ્રદર્શન કરનાર તેમજ વિષય વાર વધુ માર્ક લાવનાર વિદ્યાર્થીઓને સ્કૂલશિપ પણ આપવામાં આવી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20221224-WA0038.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *