બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાની મોડેલ સ્કુલ રાણપુર ખાતે સ્વ.લવજીભાઈ નાગજીભાઈ લવાણી રનીંગ શીલ્ડ વક્તૃત્વ સ્પર્ધા 2022 નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બરવાળા અને રાણપુર તાલુકાના સ્પર્ધકોએ ભાગ લીધો હતો. યુવાનોની પ્રેરણા: નેતા, અભિનેતા કે તત્વવેતા વિષય પર સ્પર્ધકોએ પોતાના વક્તવ્ય રજૂ કર્યા હતા. પ્રસ્તુત કાર્યક્રમમાં બહોળી માત્રામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. અત્રેની શાળાની વિદ્યાર્થીની પરમાર ચેતના ગોવિંદભાઈ સ્પર્ધામાં બીજા ક્રમે વિજેતા થયા હતા. કાર્યક્રમનું સંચાલન ડૉ.ડી.ડી. પરમારે કર્યું હતું. સ્પર્ધાના આયોજક પરસોતમભાઈ પટેલ અને જયરામભાઈ પટેલે પ્રસંગોચિત વક્તવ્ય આપ્યું હતું. શાળાના કાર્યકારી આચાર્ય કે. એન. રાઠોડે વિજેતા વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.કાર્યક્રમને અંતે વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ અને અલ્પાહાર કરાવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં મોડેલ સ્કૂલ રાણપુરના તમામ સ્ટાફ તેમજ SVS કન્વીનર અનિલભાઈ ગોહિલે જહેમત ઉઠાવી હતી.
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


