છેલ્લા ત્રણ-ચાર દિવસથી બોડેલી સહિત સમગ્ર છોટા ઉદયપુર જિલ્લામાં અને સમગ્ર ગુજરાતમાં શરૂ થયેલા ઠંડા પવનોની અસર થી ઠંડીનું મોજો ફરી વળ્યું છે રાજ્યના અનેક શહેરોમાં તાપમાન 10 ડિગ્રી કરતાં ઓછું નોંધાયું છે જેથી કરીને લોકો હાડ થીજાવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે અને આગામી દિવસોમાં પણ ઠંડા પવનો નું જોર યથાવત રહેશે તેમ હવામાન વિભાગ તરફથી જણાવવામાં આવી રહ્યું છે ત્યારે બોડેલી સહિત સમગ્ર જિલ્લામાં પણ ઠંડા પવનની અસર જોવા મળી રહી છે
બોડેલી નગરમાં કડકડતી ઠંડીથી બચવા માટે લોકો ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યાં છે. આ ઉપરાંત તાપણાનો સહારો લઈ રહ્યાં છે
ગુજરાતમાં ડિસેમ્બરના અંત સાથે અને જાન્યુઆરીના આગમન સાથે જ ઠંડીનો ચમકારો વધી રહ્યો છે. ગુજરાતમાં ધીરે-ધીરે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. દરમિયાન હવામાન વિભાગના આંકડાઓ અનુસાર હજુ ઠંડી મા વધારો થશે તેમ જણાવવામાં આવી રહ્યું છે આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડીનો ચમકારો વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.
રાજ્યમાં ઠંડા પવનોને કારણે ઠંડીમાં સતત વધારો થઈ રહ્યો છે. આગામી દિવસો સુધી શહેરમાં ઠંડીનો ચમકારો યથાવત શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. શિયાળાની આરંભ સાથે જ સૌથી વધુ છેલ્લા ત્રણ-ચાર દિવસોથી જ ઠંડી પડી રહી છે. બોડેલી નગરમાં રાત્રિના સમયે કડકડતી ઠંડી લોકો અનુભવી રહ્યાં છે. કડકડતી ઠંડીથી બચવા માટે હવે લોકો ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યાં છે. આ ઉપરાંત તાપણાનો સહારો લઈ રહ્યાં છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


