Gujarat

રાણપુરમાં આવેલ ટેક્ષપીન બેરીંગ કંપનીના 60 વર્ષ પુર્ણ થતા ભવ્ય કાર્યક્રમ યોજાયો…

ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી,પુર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યા,બોટાદ જીલ્લા SP કે.એફ.બળોલીયા સહીતના આગેવાનો હાજર રહ્યા…
બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં આવેલ વિશ્વ વિખ્યાત ટેક્ષપીન બેરીંગ કંપનીના 60 વર્ષ પુર્ણ થતા ભવ્ય કાર્યક્રમ યોજાયો.ટેક્ષપીન બેરીંગ કંપનીના ચેરમેન ભુપેન્દ્રભાઈ મકવાણા,મેનેજીંગ ડીરેક્ટર દિપેન મકવાણા,ડીરેક્ટર વિશાલ મકવાણા ની પિતા-પુત્ર ની ત્રિપુટી ની જબરજસ્ત શક્તિ અને ટેલેન્ટ ને કારણે હાલ ટેક્ષપીન બેરીંગ કંપનીમાં 2100 કરતા વધુ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે.જે તમામની મહેનતને કારણે ટેક્ષપીન બેરીંગ કંપનીના સફળતાના 60 વર્ષ પુર્ણ થતા ટેક્ષપીન પ્લાન્ટ-2 ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં ધંધુકા વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી,પુર્વ ધારાસભ્ય ભરતભાઈ પંડ્યા,બોટાદ જીલ્લા ડી.એસ.પી.કીશોર બળોલીયા,રાણપુર નાયબ મામલતદાર બી.પી.રાણા,રાણપુર વેપારી મંડળના પ્રમુખ ઘનશ્યામભાઈ સાવધરીયા,બોટાદ જીલ્લા ભાજપ પુર્વ પ્રમુખ ભીખુભા વાઘેલા,શહેર ભાજપ પ્રમુખ ડો.જગદીશભાઈ પંડ્યા,પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય નરેન્દ્રભાઈ દવે,રાણપુર તાલુકા પુર્વ ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ સોની,પુર્વ સરપંચ અબ્બાસભાઈ ખલાણી,બોટાદ LCB P.I.,રાણપુર PSI,પાળીયાદ PSI સહીત અનેક આગેવાનો તેમજ મહાનુભાવો કંપનીના તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતા.ભુપેન્દ્રભાઈ મકવાણા,દિપેન મકવાણા,વિશાલ મકવાણા એ ટેક્ષપીન બેરીંગ કંપનીના સફળતાના 60 વર્ષ વિષે માહીતગાર કર્યા હતા.આ કાર્યક્રમમાં RMP બેરીંગ કંપનીના ચેરમેન રાજેન્દ્રભાઈ મકવાણા અને મેનેજીંગ ડીરેક્ટર મિતેનભાઈ મકવાણા તેમજ રાસ બેરીગ કંપનીના ચેરમેન હરેશભાઈ મકવાણા સહીત મકવાણા પરીવારના સભ્યો હાજર રહ્યા હતા અને ટેક્ષપીન બેરીંગ કંપનીના 60 વર્ષ પુર્ણ થતા ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર

VideoCapture_20221225-163641.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *