વહેલાલ
અસલાલી પોલીસે ખેતરમાં પાર્ક કરેલ ટ્રકમાંથી વોલ પેઇન્ટના કટ્ટાની આડમાં છુપાવેલો રૂપિયા ૧૪,૩૨,૮૦૦ના દારૂની અલગ અલગ બ્રાન્ડની ૯૫૫૨ નંગ બોટલ ઝડપી પાડી હતી. જાેકે દારૂના જથ્થા સાથે કોઈ ઇસમ પકડાયો નથી.અસલાલી પોલીસે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરી હતી. અસલાલી પીઆઇ એન કે વ્યાસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ૩૧ ડિસેમ્બરને ધ્યાનમાં રાખી અસલાલી પોલીસ પોતાના વિસ્તારમાં વિદેશી દારૂનો જથ્થો ઉતરે કે વેચાય નહીં તે માટે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અસલાલી પોલીસ સ્ટેશન પાસેથી પસાર થતા ટી.પી.રોડ સામેના ખેતરમાં ૧ ટ્રક શંકાસ્પદ હાલતમાં જાેવા મળતાં તપાસ કરતાં ટ્રકની અંદર વોલ પેઇન્ટના કટ્ટાની આડમાં ૧૯૯ પેટીઓમાંથી રૂપિયા ૧૪,૩૨,૮૦૦ની દારૂની અલગ અલગ બ્રાન્ડની ૯૫૫૨ નંગ બોટલ મળી આવી હતી. શંકાસ્પદ હાલતમાં પડેલ ટ્રકનો ચાલક ફરાર હતો. આથી ટ્રક પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી. અસલાલી પોલીસે ૧૪,૩૨,૮૦૦ નો દારૂનો જથ્થો, ૨૦ લાખની ટ્રક તેમજ રૂપિયા ૧,૩૬,૮૨૧ ની ૪૦૦ નંગ વોલ પેઇન્ટની બેગો મળી કુલ રૂ. ૩૫,૬૯,૬૨૧નો મુદ્દામાલ કબજે લઈ ટ્રકના નંબરના આધારે ટ્રક ચાલક સહિત કુલ ૨ અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ અસલાલી પોલીસમાં ફરિયાદ દાખલ કરી આરોપીઓને ઝડપી પાડવા તજવીજ હાથધરી હતી.


