Gujarat

બગસરા પોલીસ સ્ટેશનના ધમકી તેમજ એટ્રોસીટી એક્ટના ગુન્હાના આરોપીને અગ્નીશસ્ત્ર સાથે પકડી પાડતી બગસરા પોલીસ ટીમ તથા એસ.એસટી ટીમ અમરેલી

શ્રી ગૌતમ પરમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ ભાવનગરનાઓએ રેન્જના જીલ્લાઓમ શરીર સંબંધી ગુન્હોઓના આરોપીઓને શોધી કાઢવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક, અમરેલીનાઓ દ્વારા શરીર સંબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢવા ખાસ ઝુંબેશ રાખેલ અને જરૂરી સુચના આપેલ હોય જે અન્વયે શ્રી જે.પી.ભડારી ઇન્યાજ ના પો.અધિ એસ.સી.એસ.ટી. સેલ-અમરેલી તેમજ શ્રી ડી.વી.પ્રસાદ પો.ઇન્સ. બગસરા પોલીસ સ્ટેશન નાઓની ટીમ દ્વારા બગસરા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુ.ર.ન ૧૧૧૯૩૦૦૯૨૨૦૬૪૦૪ ૨૦૨૨ IPC કલમ- ૪૫૨,૫૦૬(૨) તથા એટ્રોસીટી એકટ ક. ૩(૧)(આર).૩(૨)(૫)(એ) ગુન્હો રજી થયેલ હોય સદરહુ ગુન્હાના કામે નાસતા ફરતા આરોપી જોરૂભાઇ વલકુભાઇ બસીયા જાતે કાઠીદરબાર ઉ.વ.૪ર ધંધો-ખેતી રહે.ખીજડીયા તા.બગસરા જી.અમરેલી વાળાને બાતમી રાહે પકડી પાડવામાં સફળતા મળેલ છે અને આરોપી એ ગુન્હો કરતી વખતે ઉપયોગમાં લીધેલ હથિયાર યુકતિ પ્રયુતિથી પુછપરછ કરી આરોપી પાસે રહેલ દેશી તમચો (અગ્નિશસ્ત્ર) તથા જીવતા કાર્ટીસ નગ ૦૩ પણ મળી આવેલ જે ગુન્હાના કામે કબ્જે કરી આર્મ એકટ મુજબ કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરવામા આવેલ છે
પકડાયેલ આરોપી :
જોરૂભાઇ વલકુભાઇ બસીયા જાતે.કાઠીદરબાર ઉ.વ.૪૨ ધંધો-ખેતી રહે.ખીજડીયા તા.બગસરા જી.અમરેલી
કબ્જે કરેલ મુદામાલ
(૧) એક દેશી તમંચો (અગ્નિશસ્ત્ર)
(૨) જીવતા કાર્ટીસ નંગ-૦૩
(૩) તલવાર નંગ-૦૧
(૪) મોટર સાયકલ
આ કામગીરીમાં શ્રી જે.પી.ભંડારી ઇન્ચાર્જ ના.પો.અધિ. એસ.સી.એસ.ટી. સેલ-અમરેલી તેમજ શ્રી ડી.વી.પ્રસાદ પો.ઇન્સ. બગસરા પોલીસ સ્ટેશન તથા પોલીસ સ્ટાફ જોડાયેલ હતા.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20221226-WA0019.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *