Gujarat

માંગરોળ એસ બી આઈ બેંક નો ગ્રાહક સાયબર ક્રાઇમનો સિકાર થયો, ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા ઓટીપી

માંગરોળ એસ બી આઈ બેંક નો ગ્રાહક સાયબર ક્રાઇમનો સિકાર થયો, ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા ઓટીપી આપ્યા બાદ ખાતામાં થી ૬૦ હજાર અને ક્રેડીટ કાર્ડ માંથી ૧ લાખ આમ  ૧૬૦૦૦૦ (એક લાખ સાઈઠ્ઠ હજાર)  જેટલી રકમ ઉપાડી જતાં ગ્રહાકની જીવન મુડી ઉપડી જતા રાતા પાણીએ રોવાનું વારો આવ્યો  સાઈબર ક્રાઇમ માં ફરીયાદ  બાદ વકીલ મારફત બેન્કને નોટીસ ફટકારાય,
માંગરોળ ના એક એસબી આઈ ગ્રાહક હારુન ભાઈ બી એ  ક્રેડીટ કાર્ડ હોવાથી વાર્ષિક ૨૫૦૦ રુપિયા કપાતા હોવાથી બંધ કરાવવા બેંક માં ગયા હતા ત્યાર બાદ ગ્રહાક ને ક્રેડીટ કાર્ડ બંધ કરવા માટે ફોન આવતા ગ્રહાકે ઓટીપી આપી દેતા તેમના ખાતામાં થી ૫૯૯૯૯ ઉપડી જતા ગ્રાહકને શંકા જતા તાત્કાલિક બેન્કમાં આવી જાણ કરી ખાતું બ્લોક કરાવ્યું હતું, પરંતુ બેન્ક દ્રારા લાપરવાહી કરતા તેમના કાર્ડ માંથી  ગુડગાંવ ખાતેથી   વઘુ એક લાખ જેટલી રકમ ટ્રાન્સફર થઈ હતી તેની જાણ એક માસ બાદ બેંક દ્રારા કરાતા ગ્રાહકને પોતાના પુત્રના લગ્ન માટે એકઠી કરેલી જીવન મુડી ફ્રોડ લોકો સેરવી જતા રોવાનો વારો આવ્યો, આ બાબતે ગ્રાહકે સાઈબર ક્રાઇમ જુનાગઢ ને ફરીયાદ આપી હતી ત્યાર બાદ વકીલ યુસુફભાઈ કરુડ  મારફત બેંક ને નોટીસ પણ ફટકારવામાં આવી છે, થોડા દિવસ પહેલા માંગરોળ ના એક ગ્રાહકના પૈસા સાઈબર ક્રાઇમ પોલીસ દ્રારા પરત કરાવ્યા હતા, આવા ક્રાઈમ કરનારને કડકમાં કડક સજા થાય માંગરોળ એસ બી આઈ મા અગાઉ પણ ઘણા ક્રેડિટ કાર્ડ ધારકો ત્યાં બંધ કરાવવા જતા તેમના પણ ક્રેડીટ કાર્ડ ત્રણ ચાર માસ સુધી શામાટે બંધ કરાતાં નથી,?? તેવી પણ ધણા ગ્રાહકો ની ફરિયાદો ઉઠી છે તો એસ બી આઈ અધિકારી આ બાબતે ગંભીર ગણી તાત્કાલિક યોગ્ય કરવા માંગણી છે આવા ફ્રોડ લોકોને તાત્કાલિક ઝડપી કડકમાં કડક સજા કરવામાં આવે તો આવા નિદોર્ષ લોકો ભોગ બનતા અટકે જ્યારે વારંવાર લોકો આવા ક્રાઇમનો ભોગ ના બંને તે માટે ગ્રાહક પોતે પણ જાગૃતી કેળવે તે  પણજરુરી છે,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *