સાવરકુંડલા
(બિપીન પાંધી દ્વારા)
સાવરકુંડલા તાલુકાના ખડસલી મુકામે લોકશાળા ખડસલીમાં તારીખ ૨૪ ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવણી કરવામાં આવી. આ તકે ગોવાભાઈ ગાગીયા, અરજણભાઈ બારૈયા, નટુભાઈ ડાભી સમેત શાળાના શિક્ષકોએ ગ્રાહક સુરક્ષા એક્ટ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓને વિશદ સમજ આપી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ પણ ગ્રાહક સુરક્ષા સંબંધિત માહિતીઓ વિશે વક્તવ્ય આપ્યું હતું. આ તકે સાવરકુંડલા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા તેમની આ ગ્રાહક સુરક્ષા સંલગ્ન કાર્યક્રમને બિરદાવવામાં આવેલ. આ દિવસે રેલી સ્વરૂપે વિધ્યાર્થીઓ ફર્યા અને ગ્રાહક સુરક્ષા દિનની ઉજવણી ભારે ઉમંગ અને ઉત્સાહ સાથે કરવામાં આવેલ.


