જૂનાગઢ મહિલા ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતે કવેસ્ટ એલાયન્સ તથા ઐાદ્યોગિક તાલીમ સંસ્થા, જૂનાગઢ (મહિલા)ના સંયુક્ત ઉપક્રમે કેરિયર ડેની ઉજવણી કરવામાં આવી હતી.
કેરિયર ડે ની ઉજવણી પ્રસંગે કાર્યક્રમના મુખ્ય મહેમાન ડો. તન્વી કાચા એમડી દ્વારા બહેનોને તેમના કેરિયરમાં સ્ટ્રેસ રીલીફ અને મેડીટેશન/યોગની જરૂરિયાત અને તેના મેનેજમેન્ટ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તેમજ ક્વેસ્ટ એલાયન્સના સુશ્રી પૂજા દેસાઈ (પ્રોગ્રામ ઓફિસર ઓફ કવેસ્ટ એલાયન્સ) શ્રી હર્ષદભાઈ વાજા (પ્રમુખશ્રી સ્વપ્ન યુવા વિકાસ મંડળ) અને આચાર્યશ્રી પ્રિયેશ કે. વાળા દ્વારા કેરિયરની નવી દિશા શોધવા, ક્રિએટિવિટી અને ઇનોવેટીવ આઈડિયા દ્વારા કેરિયર ગ્રોથ કરવા અંગે જરૂરી સૂચનો આપ્યા હતા.
આ તકે આ સંસ્થાની પૂર્વ તાલીમાર્થીઓ જેવો હાલ અલગ અલગ ક્ષેત્રમાં સ્વરોજગાર મેળવે છે તેમને પોતાના અનુભવો અને માર્ગદર્શન આપ્યું હતુ. આ પ્રસંગે સંસ્થાની તાલીમાર્થી બહેનો દ્વારા બનાવેલ ક્રાફ્ટ અને પ્રોજેક્ટનું એક્ઝિબિશન યોજવામાં આવ્યું હતું. તેમજ પ્લેસમેન્ટ માટે ભરતી મેળો પણ યોજાયો હતો. જેમાં ૪ જેટલી કંપનીઓ દ્વારા કુલ ૩૩ જગ્યા માટે ૧૮ તાલીમાર્થીઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કુ. કોમલ ગોહિલ તથા સંસ્થાની તાલીમાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
