જૂનાગઢ જિલ્લાના માણાવદરમાં વસતા વિચરતી-વિમુક્ત જાતિના ૬૨ પરિવારોને જિલ્લા કલેક્ટરશ્રી રચિત રાજ, ડેપ્યુટી કલેક્ટર શ્રી હનુલ ચૌધરી, માણાવદર મામલતદાર કે.જે.મારૂ, જમીન શાખાના સી.એમ.ગોહેલ, વંથલી ડેપ્યુટી કચેરીના કોરડિયા સહિતના સહકારથી પ્લોટની ફાળવણી કરવામાં આવી છે. આ માટે દેવીપૂજક સમાજના અગ્રણી નરેન્દ્રભાઇ(મનુભાઇ) સુરેશભાઇ ચુડાસમા, જેશીંગભાઇ સોલંકી, રમેશભાઇ સોલંકી અને મેંદરડાના સ્વ.ભીખુભાઇ પરમારના પુત્ર સુરેશભાઇ પરમાર સહિતનાઓની સકારાત્મક પ્રયાસોથી વહીવટી તંત્ર તરફથી પ્લોટ આપવામાં આવ્યા છે. ત્યારે વહીવટી તંત્ર અને દેવપૂજક સમાજના અગ્રણીઓનો લાભાર્થીઓએ આભાર વ્યક્ત કર્યો હતો.
