મોરબી
હળવદ શહેરમાં સાંજના સમયે બેકાબૂ જેસીબીએ બાઈકને અડફેટે લેતા બાઈકમાં સવાર પિતા-પુત્રનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. હળવદ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની મળતી વિગત મુજબ હળવદ શહેરમાં મોડી સાંજે બાઈક પર ૫૫ વર્ષીય કાળુ સવા વાંજા અને તેમનો ૩૫ વર્ષીય પુત્ર વસ્તા કાળુ વાંજા બાઇક પરથી પસાર થઈ રહ્યા હતા. એ સમયે રાતકડી હનુમાન જવાના રસ્તા નજીક પહોંચ્યા ત્યારે બેફામ ગતિએ આવતા ત્નઝ્રમ્એ બાઈકને અડફેટે લીધું હતું. જેને પગલે પિતા-પુત્ર રસ્તા ઉપર ફંગોળાઈ ગયા હતા અને તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેને પગલે પિતા-પુત્રનું મોત નિપજ્યું હતું. જ્યારે આ જીવલેણ અકસ્માત સર્જાયા બાદ ત્નઝ્રમ્ ચાલક ફરાર થઇ ગયો હતો. સમગ્ર બનાવની જાણ થતા હળવદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત બાદ ત્નઝ્રમ્ ચાલક ત્યાંથી ત્નઝ્રમ્ મૂકીને નાસી ગયો હતો.


