ડૉ.સુભાષ મહિલા આર્ટસ,કોમર્સ અને હોમસાયન્સ કોલેજમાં ‘સાહિત્ય અને ઈતિહાસ સંબધ વિષય પર તા.૩૦ ડિસેમ્બરના વ્યાખ્યાન યોજાશે
. આ કાર્યક્રમનું આયોજન ગુજરાતી સાહિત્ય પરિષદ,અમદાવાદ અને ડો. સુભાષ મહિલા કોલેજ, જૂનાગઢ દ્વારા કરવામાં આવ્યું છે. ગુજરાતી સાહિત્ય પરિષદ તારાબેન મંગળદાસ વ્યાખ્યાન માળાની શરૂઆત કરવામાં આવી છે. જે અંતર્ગત આ કાર્યક્રમ તારીખ ૩૦/૧૨/૨૦૨૨ શુક્રવારના રોજ સવારે ૯ કલાકે કોલેજ કેમ્પસમાં યોજાનાર છે.
આ બૌદ્ધિક અને સાહિત્યિક વ્યાખ્યાનમાળામાં ગુજરાત વિદ્યાપીઠના ઇતિહાસના અધ્યાપક ડો.વિક્રમસિંહ અમરાવત ‘સાહિત્ય અને ઇતિહાસનો સંબંધ’ વિષય પર વ્યાખ્યાન આપશે. આ વ્યાખ્યાનો લાભ લેવા સ્થાનિક સંયોજક શ્રી પ્રિન્સિપાલ બલરામ ચાવડાએ સૌને આમંત્રણ પાઠવેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સાહિત્ય પરિષદના મંત્રી ધ્વનિલ પારેખ જહેમત ઉઠાવી રહ્યા છે.સમાજોપયોગી આવા કાર્યક્રમો યોજવા માટે ટ્રસ્ટ્રીશ્રી જવાહરભાઈ ચાવડાએ શુભેચ્છા પાઠવી છે.
