Gujarat

વંથલીના શાહનવાઝ વાજાએ યોગાસનમાં મેળવ્યા 15 થી વધુ ગોલ્ડ અને 4 સિલ્વર મેડલ….

ગઈકાલે મુંબઈ ખાતે યોજાયેલ નેશનલ યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ 2022 માં પ્રથમ ક્રમાંક મેળવી વધુ એક ગોલ્ડ પ્રાપ્ત કર્યો….
જુનાગઢ જિલ્લાના વંથલીમાં રહેતા અને ખેત મજૂરી કરતા દાઉદભાઈ વાજા ના પુત્ર શાહ નવાજ વાજાએ યોગાસન માં મેળવ્યા 50 થી વધુ પ્રોત્સાહન પત્રો અને 15 થી વધારે ગોલ્ડ મેડલ.વંથલીની જી.એલ.સોલંકી સ્કૂલમાં અભ્યાસની સાથે શાહનવાઝ ને 2018 થી સ્કૂલમાં યોજાતા અલગ-અલગ કાર્યક્રમમાં યોગા કરી પોતે સ્પર્ધામાં ભાગ લેતો હતો…
સ્કૂલના પ્રિન્સિપાલ વિપુલભાઈ સોલંકી ની નજર આ બાળક પર પડતા પ્રિન્સિપાલે ખેલ મહાકુંભમાં ભાગ લેવા જણાવ્યું અને શાહ નવાજ ને યોગાસન પ્રત્યેની તેની રુચિને આગળ વધારવા પ્રોત્સાહન આપ્યું…
કહેવાય છે ને કે “આવડત ના કોઈ સિમાળા નથી હોતા અને સિદ્ધિઓને કદી તાળા નથી હોતા”
ધોરણ છ માં અભ્યાસ કરતા શાહનવાજ વાજાએ 2018માં યોજાયેલ તાલુકા કક્ષાના ખેલ મહાકુંભમાં ભાગ લઈ પ્રથમ ક્રમાંક મેળવ્યો. ત્યારબાદ જિલ્લા લેવલે પણ પ્રથમ ક્રમાંક મેળવ્યો,જિલ્લા માં અલગ અલગ કેટેગરી યોગાસનમાં  2 મેડલ મેળવ્યા ,જેમાં એક રિધેમિક યોગાસન,(ડાન્સ યોગા) અને શોલોમાં મેડલ મેળવ્યો.ત્યાર બાદ શાહ નવાજ ની સફળતાની સફર શરૂ થઈ.કોલકાતા ખાતે યોજાયેલ નેશનલ લેવલે કોલકાતા SGFI સ્પર્ધામાં શાહનવાઝે 14 વર્ષ બાદ ગુજરાત ને યોગ કરી ગોલ્ડ અપાવ્યો.બાંગ્લાદેશ ખાતે યોજાયેલ એશિયન યોગ સ્પર્ધામાં રીધેમિક અને શોલો યોગમાં બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા.દિલ્હી ખાતે યોજાયેલ ઓલમપ્યાડ ટીમ ઇવેન્ટ માં ગોલ્ડ મેળવી ટીમને સન્માન અપાવ્યું તો ગઈકાલે વધુ એકવાર નેશનલ લેવલે યોજાયેલી મુંબઈ ખાતે નેશનલ યોગાસન ચેમ્પિયનશિપ 2022 માં પ્રથમ ક્રમાંક મેળવી વધુ એક ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો.
સફળતાના શિખરો સર કરતા વંથલીના શાહ નવાજે યોગાસન માં ઘણી સિદ્ધિઓ હાંસલ કરેલ છે
શાહ નવાઝને તેમની સફળતા વિશે પૂછતા તેમને જણાવ્યું હતું કે સ્કૂલમાં અભ્યાસ કરતા તેમના પ્રિન્સિપલની નજર તેમના પડતા તેમને યોગ પ્રત્યેક નું પ્રોત્સાહન આપ્યું હતું અને ગુજરાત,દિલ્હી ,કોલકતા,મુંબઈ,અને  વિદેશમાં પણ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે… ઝોન , ડિસ્ટ્રિક્ટ,નેશનલ અને સ્ટેટ લેવલે યોગાસન સ્પર્ધામાં ભાગ લઈ 50 થી વધુ સર્ટીફિકેટ અને મેડલો મેળવ્યા છે…
 શાહ નવાજમાં અલગ જ શક્તિ છુપાયેલી છે અને યોગ પ્રત્યેની તેની રુચીએ તેને સફળતા અપાવી છે રાજ્ય કક્ષાએ તેમને ત્રણ મેડલો મેળવ્યા હતા. કોલકત્તા ખાતે અંડર 14માં યોગાસન સ્પર્ધામાં 14 વર્ષ બાદ ગુજરાતને ગોલ્ડ અપાવનાર શાહ નવાજ છે. બાંગ્લાદેશ ખાતે યોજાયેલ પ્રાઇવેટ ઇવેન્ટ માં પણ તેમને ગોલ્ડ મેડલ મેળવી વિશ્વ લેવલે સીધી હાંસલ કરેલ છે હજુ પણ શાહ નવાજ પોતાના ક્ષેત્રમાં આગળ વધી યોગાસન કરી વધુને વધુ પ્રગતિ કરે અને ગુજરાત ને અને પોતાના વતન વંથલી નું ગૌરવ વધારે તેવી શુભેચ્છા શિક્ષકે પાઠવી હતી..
રીપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *